બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ એલસીબી પોલીસે રાત્રી ઘરફોડ ચોરી કરનારા બે ઇસમોને પરવડી ચોકડી પાસેથી ઝડપી પાડ્યા,સોનાચાદીના દાગીના,બાઇક સહિતનો મૂદામાલ જપ્ત.

પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસે રાત્રી ઘરફોડ ચોરી કરનારા ઘરફોડીયા ચોર આરોપીઓને પરવડી ચોકડી પાસેથી બાતમીના આધારે સોનાચાંદીના દાગીના તેમજ ચોરીની બાઇક સાથે ૬૮,૫૭૯ હજારનો મુદ્દામાલ  ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા મિલકત સબંધી ગુનાઓ તેમજ વણઉકેલ્યા ગુનાઓ શોધવા માટે  સુચના આપવામાં આવી હતી.પંચમહાલ એલસીબી પોલીસના પી.આઇ ડી.જી.ચુડાસમાને બાતમી મળી હતી કે મોરવા હડફ તાલૂકાના મોરા ગામે સોનાચાંદીની દૂકાનમાં ઘરફોડ ચોરી થઇ હતી તેનો આરોપી કલ્પેશ ડામોર પકડાઈ ગયો હતો.ત્યારે તેના સહ આરોપીઓ (૧) કરણભાઈ રમેશભાઈ તડવી

રહે.અગાસવાની તા.ધાનપુર જી દાહોદ (૨)વિપુલભાઈ સબૂરભાઈ બારીયા રહે ઘોડાઝર તા ધાનપુર જી દાહોદ

બંને ચોરીનો મૂદામાલ લઈને હોન્ડા બાઈક ઉપર પીપલોદ થી ગોધરા તરફ આવે છે.આથી એલસીબીના પીએસઆઈ ડી.એમ.મછાર તેમજ સ્ટાફ દ્વારા ગોધરા પરવડી ચોકડી પાસે વોચ ગોઢવીને પકડી પાડ્યો હતો.તેમની પાસેથી ચાંદીના છડા,વીટી,વેડ,રૂદ્રાક્ષની માળા,જુના સિક્કા, હોન્ડા બાઈક મળીને ૬૮,૫૭૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.