બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શહેરા: લાભી ગામે તૂટી ગયેલા વીજપોલનુ સમારકામ હાથ ધરી વીજપુરવઠો શરૂ કરવામા આવ્યો

.

શહેરા

શહેરા તાલૂકામાં લાભી ગામે મંગળવારે આવેલા જોરદાર પવન અને વરસાદને કારણે વીજપોલને નૂકશાન પહોચ્યુ હતૂ.પવનના જોરને કારણે વૃક્ષની ડાળીઓ પડી ગઈ હતી,વૃક્ષની ડાળીઓ પડવાને કારણે વીજપોલ ધરાસાઈ થયો હતો,જેના કારણે
વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.૩૦ જેટલા ઘરોમાં અંધારપટ છવાયો હતો.એમજીવીસીએલ તંત્રને જાણ કરવામા આવતા તાબડતોબ નવા વીજપોલ લાવીને ઉભા કરવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.અને વીજળીનો પુરવઠો શરૂ  કરવામા આવ્યો હતો.ગામલોકોએ એમજીવીસીએલ તંત્રનો આભાર માન્યો હતો,અન્ય કેટલાક ગામોમાં વીજપોલ તૂટી જવાના બનાવો બન્યા હતા.ત્યા પણ સમારકામ હાથ ધરીને વીજળીનો પુરવઠો શરૂ કરવામા આવ્યો હતો.