બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ જીલ્લામાં18 થી 44 ના વયજૂથનાઓને માટે રસીકરણનો પ્રારંભ કરાયો

પંચમહાલ,

રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે આજથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં 18 થી 44 વર્ષની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાની કામગીરી યુધ્ધના ઘોરણે શરૂ કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આજે આ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે રસી આપવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લાના 1856થી વધુ યુવા નાગરિકોએ ઉત્સાહપૂર્વક આ રસીકરણનો અભિયાનનો પ્રથમ દિવસે લાભ મેળવ્યો હતો. 18 થી 44 વયજૂથ માટે જિલ્લામાં ઘોઘંબામાં 5, ગોધરામાં 07, હાલોલમાં 04, જાંબુઘોડામાં 02, કાલોલમાં 03, મોરવા હડફમાં 02 અને શહેરામાં 02 મળી કુલ 25 સેશન સાઈટ પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પર કુલ 1956 યુવાનોએ રસીનો લાભ લીધો હતો. આ અંગે વધુ માહિતી આપતા માહિતી આપતા ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.કે. પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં આ વયજૂથમાં આવતા કુલ 8.61 લાખ યુવા નાગરિકોને રસીકરણથી આવરી લેવાની શરૂઆત કરવામાં આવી છે.  ૧૮ થી ૪૪ની વયજૂથના યુવાનો જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને SMS દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પર જવાનું રહેશે. ત્યાં તેમને વેક્સિન વિનામૂલ્યે અપાશે. દરેક કેંદ્ર પર 200 લોકોનું રસીકરણ  થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે તમામ સેન્ટરો પર રવિવારના દિવસે પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે ત્યારે યુવાનો વધુને વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને  રસી લઈને આ મહામારીને હરાવવામાં સહભાગી બને તેવી એક અપીલ તેમણે કરી હતી.  ઘોઘંબામાં 135, ગોધરામાં 568, હાલોલમાં 361, કાલોલમાં 393, મોરવા હડફમાં 211, શહેરા અને જાંબુઘોડામાં 94-94 યુવાનોએ રસીકરણનો લાભ લીધો હતો. આ ઉપરાંત, આજે 45 વર્ષથી વધુ વયના કુલ 529 લોકોને રસી આપવામાં આવી હતી.

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મૂંઝવણ અનુભવતા કે સ્માર્ટફોન/ઈન્ટરનેટ ન ધરાવતા લોકોને વીસીઈ મદદ કરશે* (બોક્સ)

રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને સ્લોટ મેળવવો ફરજિયાત છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રક્રિયાથી મૂંઝવણ અનુભવતા નાગરિકો કે સ્માર્ટફોન/ઈન્ટનેટ ન ધરાવતા નાગરિકોને જે-તે ગામના વીસીઈ મદદરૂપ બનશે. ગ્રામ્ય વિસ્તારોના વીસીઈ, ટીએલઈ અને ડીએલઈને  માટે આ અંગેની એક તાલીમ બીઆરજીએફ ભવન, ગોધરા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓએ તેમને માર્ગદર્શન આપ્યું હતું. આગામી તાલીમ તાલુકા કક્ષાએ યોજાશે અને જિલ્લાના તમામ વીસીઈને આ અંગે તાલીમ અપાશે જેથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં કોઈ સમસ્યા ન નડે. આ ઉપરાંત, ટીડીઓ ઓફિસ, મામલતદાર ઓફિસ અને ટીએચઓ ઓફિસ ખાતે પણ હેલ્પ ડેસ્ક પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી  સ્લોટ મેળવવામાં તકલીફ ન પડે. વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પ્રતિ 2 પીએચસી ક્લાસ-01 અને 02 કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે, જે સમગ્ર વેક્સિનેશનની કામગીરી પર નજર રાખશે.