બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વૃક્ષારોપણ કરી અને ઓક્સિજન મશીન અર્પણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ દ્વારા કરવામાં આવી છે.

  ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરના વિસ્તાર મોટા દેવળીયા ખાતે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અહીં મોટા દેવળીયા પીએસસી સેન્ટરમાં ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.


    આ તકે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દિલીપભાઈ સનુરા,માજી ઉપસરપંચ ભરતભાઇ મુલસાણી,પર્યાવરણ રક્ષણ સમિતિના અશ્વિનભાઈ દઢાણીયા,હિરેનભાઈ ભેંસદડીયા,વિપુલભાઈ ગોસ્વામી,મગનભાઈ જોગાણી,અરવિંદભાઈ રાજગોર,દિલીપભાઈ રાજગોર,જેન્તીભાઈ પેથાણી,સહિત સ્થાનિક અગ્રણીઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા