બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગીર વિસ્તારમાં એક સાથે 4 સિંહ બાળ અને સિંહણ નદીમાંથી પાણી પી તરસ છીપાવી,સુંદર દ્રશ્ય કેમેરામાં કેદ

વરસાદી વાતાવરણ માં સિંહણ પોતાના સિંહ બાળો ને લઈ ને નદીમાં આવી ચડ્યા હતા ઋતુ ચક્ર બદલાતા સિંહો દિવસે પણ ખુલ્લા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.ચાર સિંહ બાળ અને એક સિંહણ નદી વિસ્તારમાં ચડી આવ્યા હતા સુંદર વાતાવરણ થતા સિંહણ સિંહ બાળ ને લઈ ને નદી કાંઠે માં આવી ચડી હતી અને ગીર વિસ્તારની કોઈ નદીમાં પાણી પી પોતાની તરસ છીપાવી હતી આ વીડિયો હાલ ખાંભા પંથકમાં  પાંચ સિંહો તરસ છીપાવતા હોય તેવા મેસેજ સાથે વાયરલ થઈ રહ્યો છે જો કે આ ખાંભાનો છે કે નહીં તે કહી શકાય નહીં આ વીડિયો ગીર પંથકના ગામડાઓ નજીકનો અથવા ગીર ના જંગલ વિસ્તારનો હોઈ શકે છે.ગુજરાતી ભાષામાં આ વીડિયોમાં વાતચીત થઈ રહી છે જેથી નક્કી થાય છે કે આ વીડિયો ગુજરાત નો જ છે.