બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બીજી વખત સર્વે:અમરેલીમાં માત્ર 1405 ખેડૂતોની નુકસાની અંગે દરખાસ્ત

અમરેલી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીવાડીમાં નુકસાનીનો સર્વે કરાયો"તો પરંતુ ખેડૂતોની અસંતુષ્ટતાને લીધે બીજી વખત સર્વે હાથ ધરાયો


8 હજાર ખેડૂતાેની અરજી પણ 6600 ખેડૂતાેના ખેતરમાં તાે પાક જ ન હતાે


ખેતીવાડીના સર્વેમાં બહાર આવેલી ચાેંકાવનારી વિગતાે

અમરેલી જિલ્લામા તાજેતરમા વાવાઝોડાના કારણે ખેતીવાડીને મોટુ નુકશાન થયુ હતુ. તંત્રના સર્વેમા 37 હજાર ખેડૂતોને નુકશાનની વિગતો બહાર આવી હતી. આમ છતા અનેક ખેડૂતોને સર્વેમા બાકી રખાયાની બુમરાણ ઉઠી હતી. તંત્ર પાસે બાકી રહી ગયેલા આઠ હજાર ખેડૂતોના નામ આવતા ત્યાં સ્થળ તપાસ કરાઇ હતી. પરંતુ 1405 ખેડૂતોના પાકને નુકશાની હોવાનુ બહાર આવ્યું હતુ. જયારે 6600 ખેડૂતોના ખેતરમા કોઇ પાક જ ન હોવાનુ ખુલ્યુ હતુ.


અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે ખેતી પાક અને બાગાયત પાક તબાહ થયો હતો. સરકારે જાહેર કરેલી સહાય માટે જિલ્લા ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો હતો. પરંતુ સર્વેમાં મોટાભાગના ખેડૂતો બાકાત રહ્યાની ફરિયાદો ઉઠી હતી. તમામ તાલુકાઓમાંથી ખેતીપાક અને બાગાયતમાં 8 હજાર ખેડૂતોએ ફરી સર્વે કરવા તંત્રને રજૂઆત કરી હતી. આ અંગે રાજ્ય સરકારે પણ તંત્રને સ્થળ તપાસ કરવા સૂચના આપી હતી. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે અરજીઓ કરનાર ખેડૂતોના ખેતરમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં 1405 ખેડૂતોના ખેતરમાં 33 ટકાથી વધુ નુકશાની સામે આવી હતી. આ અંગે સરકારમાં આ તમામ ખેડૂતોની દરખાસ્ત કરાઈ છે. સરકારની સૂચના મળ્યા બાદ આગળની કામગીરી કરાશે.


તંત્રને જુદાજુદા સ્તરેથી આઠ હજાર જેટલા ખેડૂતો સર્વેમા બાકી હોવાની દરખાસ્ત મળી હતી. જે તમામ ખેડૂતોને ત્યાં સર્વે કરાતા 6600 જેટલા ખેડૂતોના વાડી ખેતરમા કોઇ પાક નજરે પડયો ન હતો. જેથી આ અંગેનો અહેવાલ પણ સરકારમા મોકલી અપાયો હતો.


પાક નુકસાની અંગે જિલ્લાના 37 હજાર ખેડૂતોને 76 કરોડ ચૂકવાશે
વાવાઝોડાના તુરંત બાદ ખેતીવાડી વિભાગ દ્વારા જે 37 હજાર ખેડૂતોના પાકને નુકશાન થયાનો સર્વે કરાયો હતો. તે ખેડૂતોને ચુકવણુ શરૂ કરી દેવાયુ છે. આ 37 હજાર ખેડૂતોને કુલ 76 કરોડનુ ચુકવણુ કરવામા આવશે.


મોટાભાગે બાગાયતી પાકમાં નુકસાની દેખાઇ
ઉપરથી આવેલા આદેશ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા બાકી રહી ગયેલા ખેડૂતોનો સર્વે કરાયો તેમા જે 1405 ખેડૂતોના પાકમા 33 ટકાથી વધુ નુકશાન જણાયુ તેમાના મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક ધરાવે છે.


ચૂકવણીના હુકમો ટીડીઓને અપાયા
જે તે તાલુકામા ખેડૂતોને ચુકવવા પાત્ર થતી સહાયની રકમ માટે ચુકવણાના હુકમો જે તે તાલુકાના ટીડીઓને જિલ્લા કચેરીએથી મોકલી અપાયા છે. ઘણા ખરા ખેડૂતોને સહાયની રકમ ચુકવી પણ દેવાઇ છે.