બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:-જિલ્લા કલેકટર તરીકે પ્રવિણા ડી.કે દ્વારા પદભાર ગ્રહણ કર્યો.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે કચ્છના કલેકટર સુશ્રી ડી.કે. પ્રવિણાની નિયુક્તિ કરવામાં આવી હતી, જિલ્લાના પૂર્વ કલેકટર અમિત અરોરા દ્વારા ગતરોજ પંચમહાલ જિલ્લાનો કલેકટર તરીકેનો ચાર્જ છોડવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડી કે પ્રવિણા દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળવામાં આવ્યો હતો. આમ, નવનિયુક્ત જિલ્લા કલેકટર  ડી કે પ્રવિણા દ્વારા પંચમહાલ જિલ્લાની વિકાસયાત્રાને આગામી સમયમાં આગળ ધપાવવામાં આવશે.