પંચમહાલ:-જીલ્લાભરમા વટસાવિત્રીના વ્રતની ધાર્મિક શ્રધ્ધાભેર ઉજવણી.
શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સૌભાગ્યવતી બહેનોએ વટસાવિત્રીનું વ્રતની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી.શહેરા નગરપાલિકાના તળાવ
પાસે આવેલા વડ ખાતે પ્રતિવ્રતા સ્રીઓએ પ્રદક્ષિણા
કરી હતી.
જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટી વિશેષ મહત્ત્વ રહેલું છે. જેમા જેઠ માસની પૂનમ એ વટસાવિત્રી તરીકે ઉજવામા આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે. અને વડના વૃક્ષની ની પૂજા કરે છે ત્યારે શહેરાનગરમાં જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને વડના વૃક્ષે જઈ શાસ્ત્રોઉચ્ચાર વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી . જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો ઉપવાસ કરીને વ ઉજવણી કરવામાં આવે છે.વટસાવિત્રી વ્રતની પૂજા માટે શહેર-જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન પણ કરાયા હતા.