બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:-શહેરા તાલુકાની શાળાઓનુ વર્ષ 2020 - 21 નું વાર્ષિક સિદ્ધાંતિક પ્રિ - ઓડિટ કરાયુ.


     બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર આયોજિત શહેરા તાલુકાના BRC, CRC, SMC, SMDC, KMC-GOI વર્ષ 2020 - 21 નું વાર્ષિક સિદ્ધાંતિક પ્રિ - ઓડિટ માટે સી.આર.સી.કો.ઓર્ડીનેટરોની એક કમિટિ બનાવીને તમામને Covid - 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ તેની ગાઈડલાઈન મુજબ કામગીરી સોંપવામાં આવી હતી. ઓડીટ સ્થળ બી.આર.સી.ભવન અને તાલુકા પંચાયત કચેરી શહેરાએ આવનાર તમામ આચાર્યશ્રીઓનું ગેટ પર જ તેમનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપી તથા તેમને સેનિટાઈઝર કરીને જ ઓડીટ રૂમમાં વ્યવસ્થા જળવાઈ રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. વેઈટિંગ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓનો સમય પણ ચોક્કસ નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ સવારે 8.00 કલાકથી 2.00 કલાક દરમિયાન આચાર્યો પોતાના સમયે ઓડિટ માટે ઉપસ્થિત રહી ઓડીટ પૂર્ણ થયે તરત ઓડીટ સ્થળ છોડી દીધેલ હતું. ઓડીટ સ્થળે ઉપસ્થિત તમામે પોતે માસ્ક અને સોસિયલ ડિસ્ટન્ટ રાખવામાં સહકાર આપ્યો હતો.
     આ ઓડિટમાં 22 CRC, 247 SMC,  SMDC સરકારી મોડેલ સ્કૂલ કાંકરી હોસ્ટેલ, KMC - GOI જૂની પાદરડીનો સમાવેશ થયો છે. આયોજન મુજબ બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટરો, SMDC અને KMC-GOI વગેરે તેમજ સી.આર.સી.કો.ઓર્ડીનેટરો દ્વારા તમામ SMC ના રોજમેળ, પેટી કેશ બૂક, વાઉચર ફાઈલ, ખાતાવહી, ચેક રજીસ્ટર, ચેકબૂક રજીસ્ટર, એજન્ડા બૂક, ઠરાવ બૂક, ડેડ સ્ટોક રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર (સ્ટેશનરી રજીસ્ટર), મજૂર પત્રક, બાંધકામ સ્ટોક પત્રક, મળેલ ગ્રાન્ટ રજીસ્ટર, બીલ રજીસ્ટર, ઈનવર્ડ તથા આઉટ વર્ડ રજીસ્ટર, આવેલ પુસ્તક અને વિતરણ કરેલ રજીસ્ટર, એસ.એમ.સી.સભ્યોનું મિટિંગ રજીસ્ટર, આંતરિક ઓડિટ વર્ષ 2019 - 20 ના આંતરિક પેરાના જવાબ, ટેલી એકાઉન્ટની પ્રિન્ટ, પરિશિષ્ટ - 9 બેન્ક રિકન્સિલિએશન, પરિશિષ્ટ - 10 ગ્રાન્ટ વપરાશ પ્રમાણપત્ર, બેન્ક સ્ટેટમેન્ટ કે પાસબુક અને રોજમેળ સંબધિત તમામ બાબતોની વિગતે ચકાસણી ભુપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ મહેરા, જયપાલસિંહ બારીઆ, હરેન્દ્રસિંહ સોલંકી, નટવરસિંહ ચૌહાણ, ભરતકુમાર પટેલ, જીજ્ઞેશકુમાર પટેલ, શ્રવનકુમાર લબાના, લલિતકુમાર બારોટ, કલ્પેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવી. ઓડીટ સ્થળને CCTV ફુટેજ live કરવામાં આવ્યું હતું.
     બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે આયોજન ટીમના સભ્યો તેમજ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરનાર મહેશભાઈ પરમાર તથા સહકાર આપનાર તમામની સાથે સેવક ભરતભાઈ પગીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રિ - ઓડિટ દરમિયાન કોવિડ - 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.