બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા:- પ્રભાબ્રિજ થી મુનલાઈટ વાવડી બુઝર્ગ રોડની વચ્ચે સ્પીડબ્રેકર મુકવાની જીલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત

ગોધરા,

પંચમહાલ જીલ્લાના ગોધરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રભાબ્રિજ થી લઈ મુનલાઈટ વાવડી બુઝર્ગ સુધી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આ રોડ પહોળા કરવાની કામગીરીમાં રોડ ઉપર મુકવામાં આવેલા સ્પીડબ્રેકર તૂટી ગયા હતા.કેટલાક ટૂ વ્હીલર વાહનોની ઝડપી ગતિના પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાય છે.આથી કોગ્રેસ દ્વારા સ્પીડબ્રેકર મૂકવાની માંગ કરવામા આવી છે.

પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા ગોધરા માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે. જેમા તાત્કાલિક અસરથી  સ્પીડબ્રેકર મૂકવા  માટે લેખિત રજૂઆત કરતા વધુમા જણાવાયુ છે કે ગોધરાના દાહોદ હાઇવે પાસે આવેલ પ્રભાબ્રિજ થી લઈ મુનલાઈટ વાવડી બુઝર્ગ સુધી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલમાં પૂર્ણતા આરે છે. ત્યારે આ હાઇવે રોડ ઉપર કેટલાચ ટુ વ્હીલર વાહનો બેફામ હંકારતા પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાય છે. અગાઉ આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા ગોધરા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી આ વિભાગ દ્વારા બોયઝ હોસ્ટેલ, પી. ટી. મીરાણી હોસ્પિટલ, મિશન મેં શાળા આઈટીઆઈ, પાસે સ્પિડબ્રેકર મૂકવામા આવેલા જેના કારણે નાના મોટા અકસ્માતોના બનાવ નહિવત જોવા મળ્યા હતા. પરંતુ પ્રભાબ્રિજ થી લઈ મુનલાઈટ વાવડી બુઝર્ગ સુધી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ રોડ પહોળા કરવાની કામગીરીમાં રોડ ઉપર મુકવામાં આવેલા ડિવાઇડર સ્પીડબ્રેકર તૂટી ગયા હતા.પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા ગોધરા માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.