બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા-લુણાવાડા હાઇવે માર્ગ પર ગટરયોજના માટે ખોદેલા ખાડાઓથી સ્થાનિકો હેરાન-પરેશાન બન્યા

ગોધરા,

ગોધરા ખાતે લૂણાવાડા રોડ વિસ્તારમાં ચાલી રહેલા ગટરલાઈન નાખવાની કામગીરીની  મંથરગતિને કારણે અહીની આસપાસના સોસાયટીઓના રહીશોને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વધુમા આ કામ કરાવનાર કોન્ટ્રાકટરો પણ કોઇની સાભળતા નથી હોવાનૂ સ્થાનિકો જણાવી રહ્યા છે.ગટરલાઈનની કામગીરી માટે માટી ખોદી નાખવામા આવી પંરતૂ વરસાદ થતા ભારે કિચડ કાદવનૂ સામ્રાજ્ય છવાયુ હતૂ.અહી મોટા વાહનો ફસાવાને કારણે ટ્રાફીકજામની પરિસ્થીતી ઉભી થતી હોય છે.

ગોધરા શહેરના લુણાવાડા જતા હાઇવે માર્ગ પર જીઆઈડીસી વિસ્તારની સામે રોડની સાઇડમા
તંત્ર દ્વારા ગટરનુ કામકાજ પાછલા મહિનાઓથી ચાલી રહ્યુ છે.જેના કારણે જેસીબી વડે ખાડા ખોદીને માટી બહાર કાઢવામા આવી છે.વધુમા પાઇપલાઈન નાખી દીધા બાદ પુરણ સરખી રીતે ન કરવામા આવતા માટીના ઢગ ખડકાયા છે,વધુમાં અહીના સ્થાનિકોનૂ જણાવવુ છેકે આ બાબતે કોન્ટ્રાકટરને પણ રજૂઆત કરવા છતા કોઇ પગલા લેતુ નથી.હાલમા વરસાદી સીઝનને કારણે માટીભીની થતા કાદવકીચડનૂ સામ્રાજ્ય વ્યાપે છે.
હાલમાં અહી રોડની નજીક બાંધકામના માલસામાનના મટીરીયલની દૂકાનો આવેલી છે.
તેટલે તેને લઇ જવા મૂકવા મોટા વાહનો આવતા હોય છે.કિચડના કારણે તે ફસાઇ જાય છે.અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેટલુ જ નહી અહીથી આસપાસની સોસાયટી પર જવાના રસ્તા
પર આ પરિસ્થીતી રહેતા સ્થાનિકો તેમજ અવરજવર કરતા રાહદારીઓ મૂશ્કેલી અનુભવે છે.હાલમાં આ બાબતે તંત્ર આ
બાબતે પગલા તેવુ સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.