બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા: લૂપ્ત થતી સંસ્કૃત લીપીને જીવંત રાખવા શ્રી રંગ અવધૂત સંસ્કૃત પાઠશાળાની શરૂઆત

ગોધરા,

ભારતભૂમિ ની વેદભાષા સંસ્કૃત હાલ લુપ્ત થઈ રહી છે ભારતીય સંસ્કૃતિના પૂજ્ય વેદવ્યાસજીએ ધર્મ પુસ્તકો સંસ્કૃત લિપિમાં 4 વેદ અને ૧૮ પુરાણો લખ્યા છે પરંતુ હાલ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી જતાં આપણી માતૃભાષા સંસ્કૃત લિપિ લુપ્ત થઈ રહી છે તેને ઉજાગર કરવા સિનિયર સિટીઝન પરિવાર ગોધરાના પ્રમુખ જયંતીલાલ રામીએ સંસ્કૃત જ્ઞાન શાળાના આયોજન માટે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી બ્રહ્મ સમાજના અગ્રણીઓ પરિમલભાઈ પાઠક કાંતિભાઈ પંડ્યા કાર્તિકભાઈ ત્રિવેદી આશિત ભટ્ટ રાહુલભાઈ કાકા સતિષભાઈ વ્યાસ સાથે સંસ્કૃત માતૃભાષાના જ્ઞાનગંગા માટે પરામર્શ કરી શ્રી રંગ અવધૂત સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરવામાં આવનાર છે આ પાઠશાળા સાથે ગોધરાની મહાન વિભૂતિ પૂજ્ય રંગ અવધૂત મહારાજ નું નામ કાયમ યાદ રહે તેવો શુભ આશય છે હાલ સંસ્કૃત ભાષાનું જ્ઞાન દરેક સમાજના બાળકો મેળવે તે માટે ગાયત્રી શક્તિપીઠ ના ટ્રસ્ટી શિવનદાસ કલવાણીએ શાળાનું બાંધકામ ન થાય ત્યાં સુધી ગાયત્રી શક્તિપીઠ નું હોલ વિનામૂલ્યે સંસ્કૃત અભ્યાસ અર્થે ફાળવી આપવાની જાહેરાત કરી હતી આમ ટૂંક સમયમાં ગોધરા ખાતે મુખ્ય પ્રયોજક જયંતીલાલ રામી ના ભગીરથ પ્રયાસો થી સંસ્કૃત પાઠશાળા નું નિર્માણ થશે.