પંચમહાલ:-જાંબૂઘોડાના નાયબ મામલતદાર 200 ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા.
જાંબુઘોડા,
પંચમહાલ જીલ્લાના જાંબૂઘોડા તાલૂકા સેવાસદનની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર માત્ર 200 રૂપિયાની લાંચ લેતા ACB ની ડીકોય ટ્રેપમાં ઝડપાઈ ગયા હતા.આ મામલે નાયબ મામલતદાર સામે ગૂનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનૂસાર આધારભૂત માહિતી મળી હતી કે પંચમહાલ જીલ્લાની જાંબૂઘોડાની મામલતદાર કચેરી, ખાતેના અધિકારી-કર્મચારીઓએ મામલતદાર કચેરીમાં આવક તથા જાતિના દાખલા માટે આવતા અરજદારો પાસે કાયદેસરની ફી ઉપરાંત લાંચ તરીકે રૂ.100 થી 500 સુધીની રકમ લાંચ તરીકે લેતા હોવાની માહીતી મળી હતી.તેમજ જાહેર જનતાના માણસોને જે તે વખતે ફરીયાદ આપવાનો અવકાશ રહેતો ન હોય જેથી હકીકતની ખરાઇ કરવા સારૂ અને સત્યતા તપાસ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીકોયરનો સાથ સહકાર મેળવી મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલ ખાતે લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન ડીકોયર પાસેથી રાઠવા નવીનભાઇ નારીયાભાઇ, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જાંબુઘોડા જાતિનો દાખલો કાઢી આપી ડીકોયર પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂા 200 ની માંગણી કરી હતી.લાંચના છટકામાં સ્વીકારીને ડીકોય છટકામાં પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી અને ગેરવર્તણુક કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.