બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હાલોલનગરમા મેઘરાજાની તોફાની બેંટીગથી બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાયા



હાલોલ,

- સ્થાનિક પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલો

-હાલોલ પંથકમા પણ વરસાદ થતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં  છેલ્લા પાંચ દિવસ થી વરસાદનું આગમન થતા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશાલીનો માહોલ જોવા પણ મળ્યો છે. નિયમિત સમયે મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રો ખેતીમાં જોતરાયા છે. ખેડૂત પોતાના ખેતરોમાં વાવણી કરવાની તૈયારી કરી ચૂક્યા હતા.વરસાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

    હાલોલ નગરમાં વરસાદ પડતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ઉદભવી રહેલી સમસ્યા જે હાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલા દ્વારકાધીશ હવેલી મંદિર પાસે વર્ષોથી વરસાદી પાણી સાથે ગટરનું ગદુ પાણી ઊભરાઈ ને બહાર આવે છે. જે મંદિર પરિસદ માં જાય છે. જેથી મંદિરમાં દર્શન કરવા માટે આવતા વૈષ્ણવોને ભારે હાલાકી ભોગવવાનો નો વારો આવે છે. વૈષ્ણવો દ્વારા વર્ષોથી આ સમસ્યા ને લઈ રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તેનો કોઈ નક્કર નિકાલ કરાતો નથી. જે ને લઈ વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ હોવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા -પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઇ નગર વિસ્તારોમાં કાદાવ કીચડ અને પાણી ભરાયા હોવા અંગેની બૂમો ઉઠવા પામી છે.