સમસ્ત મતીરાળા ગામ તરફથી ર૭૦૦ વૃક્ષોનુ વાવેતર કરી બાલિકાઓ દ્વારા પૂજન
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા સમસ્ત ગામ દ્વારા અનોખુ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યુ હતુ. જેમાં સમસ્ત ગામ દ્વારા ક્રિીએટીવ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરતના દાતાઓના સહકારથી ૧૦ વિદ્યાના મેદાનમાં પર્યાવરણ બચાવોના ભાગરૂપે ૨૭૦૦ વૃક્ષોનું વાવતેર કરી બાલિકાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યુ હતુ. અંકુર વિરમગામ, પ્રતિક આદ્રોજા, મિલન આદ્રોજા, બંટી રજોડીયા, જયદિપ રજોડીયા, જીગ્નેશ નવપરીયા, તેમજ ગ્રામજનો વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.