દામનગરમાં સર્કલ ફરતે તૂટેલા રોડથી તકલીફ વેઠતા ગ્રામજનોને વાહનચાલકો
ગત દિવાળી પહેલા મુખ્યમંત્રી સડક સહાય યોજના અંતર્ગત મંજૂર થયેલ સફૅસિંગ રોડ બનાવવામાં આવેલ,પરંતુ મુખ્ય અવર જવર અને ગામના હાર્દસમા સરદાર સર્કલ ફરતે આર.સી.સી.કામ થી મઢવામાં આવેલ ન હોય મોટા ખાડા થવાથી ચોમાસામાં પાણી ભરાયેલ રહેતું હોય પસાર થતાં લોકોને મુશ્કેલી વેઠવી પડે છે ને સત્તાધીશો બધું જોયા કરે છે. અત્યારે ભાજપની બોડી સત્તામાં છે.
લોકો હેરાન થાય એવું ત્તાધીશો ઇચ્છે છે.? કરોડો રૂપિયાની ગ્રાન્ટ પેવર બ્લોક અને રસ્તાના સમારકામ માટે અને નવા બનાવવા માટે આવતી હોય તો આ કામ કયાં કારણોસર કરવામાં આવતું નથી. કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દયો. ની નીતિ હશે.