બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રઘુ મુંધવા અઢી વર્ષથી શોખ ખાતરપિસ્તોલ-કાર્ટીસ રાખીને ફરતો હતોઃ ક્રાઇમબ્રાંચે પકડ્યો

કુવાડવા રોડ પર ડી માર્ટની સામેના રોડ પરથી ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે ભરવાડ શખ્સને રૂ. ૧૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે. શોખ ખાતર તેણે અઢી વર્ષથી પોતાની પાસે ગેરકાયદે હથીયાર રાખ્યું હોવાનું અને જે તે વખતે પરપ્રાંતીય શખ્સ પાસેથી લીધી હોવાનું રટણ કર્યુ છે. ડીસીબીના કોન્સ.


 પુષ્પરાજસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી રઘુ ધારાભાઇ મુંધવા (ઉ.વ.૪૨-રહે. મારૂતિનગર મેઇન રોડ, સિતારામ મકાન, કુવાડવા રોડ ડી માટે સામે)ને તેના ઘર નજીક રોડ પરથી રૂ. દસ હજારની પિસ્તોલ અને રૂ. ૨૦૦ના બે જીવતા કાર્ટીસ સાથે પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમે પકડી લીધો છે.


રઘુ હાલમાં છુટક મજૂરી કરે છે. અગાઉ તે ૨૦૧૬,
૨૦૧૮, ૨૦૧૯ના વર્ષમાં જૂગારના કેસમાં બી-ડિવીઝન,
ચોટીલા પોલીસ, થાન પોલીસ અને જામનગર
પોલીસમાં પકડાયાનું અને હાલમાં જાહેરનામા ભંગમાં
પકડાયાનું તપાસમાં ખુલ્યું છે. તેણે આ પિસ્તોલ અઢી
વર્ષ પહેલા પરપ્રાંતના શખ્સ પાસેથી લીધાનું અને શોખ
માટે સાથે રાખતો હોવાનું રટણ કર્યુ હોઇ વધુ વિગતો
માટે રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.


પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી
ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી
મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની
સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં
પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા
પરમાર, પ્રતાપસિંહ ઝાલા, હેડકોન્સ. હરદેવસિંહ
જાડેજા, કોન્સ. પુષ્પરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, અશોક
ડાંગર, સોકતભાઇ ખોરમ સહિતે આ કામગીરી કરી
હતી.