બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વેકિસન ન હોય તો આરોગ્ય કેન્દ્રોને તાળાંમારી દો: લોકરોષ ભભૂકયો

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ઉપર આજે સતત
૮મા દિવસે વેકિસન લેવા માટે નાગરિકોએ કતારો લગાવી
હતી. વેકિસનેશનમાં વેઇટિંગથી કંટાળેલા અનેક નાગરિકો
તંત્રના વિરોધમાં વિફર્યા હતાં અને હોબાળો મચાવ્યો હતો.


આજે વેકિસનેશન માટે સૌથી વધુ કતારો નાનામવા
આરોગ્ય કેન્દ્ર ખાતે જોવા મળી હતી. વેકિસન લેવા
આવેલા નાગરિકોએ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રના સ્ટાફ
પર એવો બળાપો ઠાલવ્યો હતો કે જો વેકિસન ન હોય તો
આરોગ્ય કેન્દ્રોને તાળાં મારી દો ને? શા માટે નાગરિકોને
ધકકા ખવડાવો છો? વેકિસનનો પર્યા સ્ટોક જ હોતો નથી
તો શા માટે એક સાથે ૩૨ સેશન સાઇટ ચાલુ રાખો છો ?


નાગરિકોના આવા સવાલોનો મ્યુનિ. સ્ટાફ કોઇ જ જવાબ
આપી શકયો ન હતો અને બપોરે ૧ વાગ્યા ત્યાંજ આરોગ્ય
કેન્દ્રો પર તાળાં લટકાવી દેવામાં આવ્યા હતાં.વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે
બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૮થી ૪૪ વર્ષના ૨૩૪૬ નાગરિકો
અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૩૯૭ સહિત કુલ
૩૭૪૩ નાગરિકોને કોરોના સામેની રસી આપવામાં આવી
હતી. ગઇકાલે સાંજે કોવિશિલ્ડના ૬૦૦૦ ડોઝ મળ્યા હતાં
ત્યારબાદ વધુ જરૂરિયાત જણાતા રજૂઆતના અંતે વધુ
૨૫૦૦ ડોઝ ફાળવવામાં આવતા આજે કુલ ૮૫૦૦ ડોઝ
ઉપલબ્ધ થયા હતાં. કુલ ૩૦ સેશન સાઇટ ખાતે કોવિશિલ્ડ
અને બે સેશન સાઇટ ખાતે કોવેકિસન આપવામાં આવી
હતી. ખાસ કરીને વેકિસનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
અને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન વચ્ચેનો તફાવત અનેક
નાગરિકો સમજી શકતા ન હોય અને તત્ર તેમને સમજાવતું
ન હોય તેના કારણે પણ અવ્યવસ્થા સર્જાઇ રહી છે અનેક
નાગરિકો વહેલી સવારે ૭થી ૮ વાગ્યા વચ્ચે આરોગ્ય કેન્દ્ર
ખાતે જઇ વેકિસન લેવા માટેના મ્યુનિસિપલ ટોકન લાવે છે
અને કેન્દ્ર ખુલે કે તુરત લાઇનમાં ઉભા રહી જાય છે તેમ
છતાં તેમનો વારો આવે ત્યાં વેકિસન ખલાસ થઇ જતી હોય
દરરોજ હોબાળો મચે છે.


જયારે આજે નાનામવા આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય
કેન્દ્ર, અમિન માર્ગ સિવિક સેન્ટર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર,
ભકિતનગર સ્ટેશન પ્લોટમાં શાળા નં.૨૮માં આવેલું
આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્ર ખાતે સેંકડો નાગરિકો
વેકિસન લેવા ઉમટતા આજે પણ માથાકૂટો થઇ હતી. ખાસ
કરીને નાનામવા આરોગ્ય કેન્દ્ર ખાતે અનેક નાગરિકોએ
વેકિસન લીધા વિના પરત જવું પડતા વેકિસન ન હોય તો
આરોગ્ય કેન્દ્રોને તાળાં મારી દો તેવો રોષ કલાકો સુધી
લાઇનમાં ઉભેલા નાગરિકોએ ઠાલવ્યો હતો.