સુરત: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે શરૂ કરેલાવેક્સિનેશન સેન્ટરમાં 31 હજાર લોકોએવેક્સિન લીધી
સુરતના એક CA દ્વારા 31 હજારથી વધુ લોકોને
વેકસીનેશન કરાવાયું છે. પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય
કાઢીને શહેરીજનોને કોરોનાથી મુક્ત કરવા માટે પોતાની
ટીમ સાથે કોવિડ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરી
લોકોની મદદ કરી છે. તેઓએ આવનાર દિવસોમાં 1 લાખ
લોકોને વેક્સિનેટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
સુરતના બાલકૃષ્ણ અગ્રવાલને હાલ લોકો ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ માટે નહીં પરંતુ વેક્સિનેશન માટે કોલ કરી રહ્યા
છે. શહેરમાં લોકોને વેક્સિનેશનની અફવાઓથી દૂર કરવા
માટે તેઓએ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરી છે.
જ્યાં 105 દિવસમાં જ ત્રીસ હજારથી વધુ લોકો વેક્સિન
મુકાવી ચુક્યા છે. ત્રીજી લહેર પહેલા તેઓએ એક લાખથી
વધુ લોકોને વેક્સિનેટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
સીએ બાલકૃષ્ણ અગ્રવાલે કહ્યું કે, માર્ચ મહિનાથી
વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઇ હતી. તે સમયે
સિનિયર સિટીઝનને વેક્સિનેશન અભિયાન સાથે જોડવામાં
આવ્યા હતા. પરંતુ અનેક ભ્રામક વિચારોના કારણે લોકો
વેક્સિન મુકાવા માટે ભયભીત થતા હતા. આ પરિસ્થિતિને
જોઈને વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો અને
અમે વેસુમાં શાંતન્મ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરી.
વિશ્વ યોગ દિવસ પર સેન્ટર દ્વારા એક જ દિવસમાં 3300
જેટલા લોકો વેક્સિનેટ થયા હતા.