બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા:-ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરનારા ઠગ આકાશ દેયને ઈન્દોરથી ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં રહેતા રહીશને શેરબજારમાં નાણા રોકાવીને વધુ વળતર આપવાની લાલચ આપીને ૨૩, ૨૭,૦૪૯  લાખ રૂપિયા જેટલી માતબર રકમ પોતાના ખાતામા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપીડીં આચરનારા ઠગ ઈસમને ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ એનાલીસીસની મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં બે આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે.આરોપીને ગોધરા ખાતે લાવીને  કોર્ટમા રજૂ કરીને રિમાન્ડ મેળવીને પુછપરછનો શરૂ કરવામા આવી છે.


  પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના સરકારી વસાહતમાં રહેતા મુકેશભાઈ નિનામાના મોબાઈલ પર ફોન કરીને શેરમાર્કેટ એડવાઈઝરી કંપની માંથી પ્રિયા નામની છોકરી તેમજ અંકિત નામના યુવાને શેરબજારમા વધુ રોકાણ કરી વધુ વળતર આપવાની લાલચ આપી હતી.સાથે મોબાઈલ ફોન અને ચેટ દ્વારા વધુ રોકાણ કરશો તો વધુ વળતરની લાલચ આપી હતી. પાનકાર્ડ,આધારકાર્ડ,બેંકખાતા સહીતની  વિગતો મંગાવીને આરોપીઓએ  અલગ અલગ બેંક એકાઉન્ટ તેમજ ફોન પે માં  મુકેશભાઈ પાસેથી ૨૩,૨૭,૦૪૯ લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઓનલાઈન ખરીદી, તેમજ ઈન્દોર ખાતે આવેલા અલગ અલગ એટીએમ માંથી પૈસા ઉપાડી લીધા હતા.જેમા ફરિયાદીને શંકા જતા તેમણે આપેલા નાણાની પાછી માગણી કરતા  ૬ લાખ જેટલી  રકમ આપી હતી અને અન્ય બાકી રહેલી  ૧૬,૮૨,૩૬૩ લાખ જેટલી નહી આપીને છેતરપીડી આચરી હતી. આ બાબતે મૂકેશભાઇ નિનામાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પી.આઈ જે.એન.પરમાર અને તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો હતો.જેમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરો તેમજ બેંક ખાતાની વિગત સહિત ટેકનિકલ એનાલિસીસથી  તપાસ કરતા આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર હોવાનુ તપાસમા બહાર આવ્યુ હતુ.આથી ગોધરા સાયબર ક્રાઈમ પોલીસની  ટીમ ઈન્દોર ખાતે જઈને બેંક ખાતાધારક આકાશ સુનિલ દેય. રહે સ્કીમ ન- ૫૧ ડી.૨૮૯ પોલીસ ચોકી નજીક ઈન્દોર, મધ્યપ્રદેશ મુળ રહે બાલીગંજ કોલકાતા વેસ્ટ બંગાલ ની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીને ગોધરા ખાતે લાવીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવામા આવ્યા છે. આ છેતરપીંડીના ગુનામા સામેલ બે આરોપીઓ અંકિત અર્જુન ઠાકોર અને રજની અર્જુન ઠાકોર વોન્ટેડ જાહેર થયા છે. આ કામનો વોન્ટેડ આરોપી અર્જુન ઠાકોરે સુરતના એક ઈસમને શેર બજારમાં  રોકાણ કરવાના બહાને ૧,૭૦,૦૦૦ની છેતરપીડી કરી હોવાની વિગતો બહાર આવી છે.આ છેતરપીંડીના ગુનાને   ગોધરા સાયબરક્રાઈમ  પોલીસ મથકના પીઆઈ જે.એન.પરમાર તેમજ  અન્ય પોલીસ કર્મીઓ મુકેશભાઈ,બીપીનકુમાર,  રાજેશકુમાર, અનિલકુમાર સહીતનાઓની ટીમે ડીટેક્ટ કર્યો હતો.હાલમા આરોપીની વધુ પુછપરછમાં અન્ય ગુનોઓનો પણ ભેદ ઉકેલાવાની શક્યતા છે.


નોધનીય છે કે મોબાઈલના ફાસ્ટ જમાનામાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધ્યાછે. પોલીસવિભાગ દ્વારા અવારનવાર જાહેર જનતાને અજાણ્યા આવેલા ફોન પર પોતાની બેંક માહીતી,ડોક્યુમેન્ટસહીતની વિગતો શેર નહી કરવાનુ જણાવામા આવે છે.છતાય વધુ નફાની લાલચમાં પોતાની ભેગી કરેલી કિમતી મુડી ગુમાવાનો વારો આવે છે.