બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ડે-નાઇટ ચાલુરાખો : કમિશ્નર

શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા મનપા
દ્વારા જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે બની રહેલા
નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર
આત્મીય કોલેજની બાજુમાં બની રહેલ નવા
ઈ.એસ.આર.ની કામગીરી સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર
અમિત અરોરાએ આજે અધિકારીઓ અને એજન્સીના
પ્રતિનિધિઓને સાથે રાખી આ ત્રણેય પ્રોજેક્ટ સાઈટ્સની
મુલાકાત કરી હતી. આ ઉપરાંત રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં
પાણી શુધ્ધ કરવા માટે થતી પ્રક્રિયા વિશે પણ કમિશનરએ
માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરે આ ત્રણેય પ્રોજેક્ટ
સાઈટ્સની વિઝિટ કરી આ ત્રણેય પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ
કરવા દિવસ રાત કામગીરી આગળ ધપાવવા સૂચના આપી
હતી. વોર્ડ નં.-10માં કાલાવડ રોડ, આત્મીય કોલેજની
બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, 30 લાખ લિટર
કેપેસિટીનાં નવાં ઈ.એસ.આર. તથા તેને સંલગ્ન ન્યારી
ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, 914 મી.મી.
વ્યાસની 650 મીટર લંબાઈની એમ.એસ. પાઈપ લાઈન
નાખવાનું કામ હાલ ચાલી રહયું છે.


આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. 4.44 કરોડ છે. આ
પ્રોજેકટથી વોર્ડ નંબર 2, 7, 8, 11 અને 12 નાં પાર્ટમાં
આશરે 1.50 લાખ લોકોને તેનો લાભ પ્રાપ્ત થશે. અમૃત
યોજના અંતર્ગત વેસ્ટ ઝોનનાં મવડી વિસ્તાર વોર્ડનં.12માં
જેટકો ચોકડી ખાતે 50 એમએલડી ક્ષમતાનો સ્કાડા
ટેકનોલોજી આધારિત આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
અંદાજીત રૂ. 42.50 કરોડના ખર્ચે બનાવવામાં આવી
રહયો છે. જેમાં ફિલ્ટર બેડને બેક-વોશ કરતાં તેમાંથી
નીકળતું બેક-વોશનું પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ
લેવામાં આવશે. તેનો લાભ વોર્ડ-11 તથા 12 નાં વિકાસ
પામી રહેલ નવા ભળેલાં મવડી વિસ્તાર તથા ટી.પી.સ્કીમ
- 25, 26, 27 તેમજ વાવડી વિસ્તારનાં હાલમાં અંદાજીત
80,000 શહેરીજનો તથા ભવિષ્યની સને-2032ની
અંદાજીત ગણતરી મુજબ 2.40 લાખ શહેરીજનોને આ
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાઈપ લાઈન દ્વારા પાણી પુરૂ
પાડવા માટે લાભ મળશે.


રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કેમ્પસમાં
50 એમ.એલ.ડી. ક્ષમતાનો નવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
રૂ.29.70 કરોડના ખર્ચે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્રકારનો
બની રહયો છે. આ પ્રોજેક્ટથી વોર્ડ નંબર 1, 8, 9, 10
તથા 13 નાં પાર્ટમાં આશરે 2.40 લાખ જેટલી વસતિને
લાભ થશે. આ વિઝિટ દરમ્યાન એડિશનલ સિટી
એન્જિનિયર એમ, આર, કામલિયા, પી.એ. (ટેક.) ટુ
કમિશનર રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેર
હિતેશભાઈ ટોળીયા, હરેશભાઈ સોંડાગર અને
જગદીશભાઈ શીંગાળા, કેમિસ્ટ એ. બી. જાડેજા, અને
એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.