બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: શિવરાજપુર પાસેના રિસોર્ટમા ચાલતી જૂગારની મહેફીલ પર LCB પોલીસનો દરોડો,માતરના ધારાસભ્ય સહિત ૨૬ લોકો સામે ફરિયાદ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસેના જંગલમા આવેલા જીમીરા રિસોર્ટની એક રૂમમાં હાઈપ્રોફાઈલ કોઈન પધ્ઘતિથી ચાલતા જુગારધામના પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસ અને પાવાગઢ પોલીસે રેડ કરીને રંગમાં ભંગ પાડતા નાસભાગ મચી જવા પામી હતી.જેમા ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી.અમદાવાર,સુરત સહિતના શહેરોંના લોકો તેમજ સાત જેટલી યુવતીઓનો પણ સમાવેશ થતો હતો.પોલીસે રિસોર્ટ ખાતેથી રોકડ રકમ. લેપટોપ,મોઘીદાટ કારો સહીત ૧,૧૫,૭૨,૭૪૦ કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 26 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની રેડમાં ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાતા ગુજરાતના રાજકીય વર્તળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.


પોલીસદ્વારા તમામ આરોપીઓને પુછપરછ કરવામા આવી હતી. પકડાયેલા લોકોમાં સાત જેટલી સ્વરુપવાન   મહીલાઓ પકડાતા ભારે ચર્ચાઓ જાગી હતી. જેમા ત્રણ મહીલાઓ નેપાળની હોવાની વિગતો બહાર આવી છે. આ મહીલાઓ પોતે જુગાર રમવા આવી હોવાની વિગતો પ્રાથમિક તપાસમા બહાર આવી છે.અહી હાઈપ્રોફાઈલ જુગાર  વિદેશોમા કેસીનોમાં જે રીતે  રમાય છે તે પધ્ધતિથી રમાતો હતો. જેમા પ્લાસ્ટિકના અલગ અલગ ભાવવાળા કોઈનનો ઉપયોગ કરવામા આવતો હતો. શુક્રવારે સવારે પાવાગઢ પોલીસ સ્ટેશને ખાતે લાવામા આવ્યા હતા.ત્યારબાદ તેમનુ મેડીકલ ચેકએપ કરવામા આવ્યુ હતુ.પોલીસે રિસોર્ટ ખાતેથી રોકમ રકમ. લેપટોપ,મોઘીદાટ કારો સહીત ૧,૧૫,૭૨,૭૪૦ કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને  જુગાર રમતા ઈસમો મહીલા,તેમજ ધારાસભ્ય સહિત 26 જણ સામે જુગારધારા હેઠળ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.