બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા શહેરમા જર્જરીત ઇમારતોને પાલિકાએ તોડી પાડવામા આવ્યા.

પંચમહાલ જીલ્લાની ગોધરા નગર પાલિકા દ્વારા જર્જરીત મિલકતો ધરાવનારા મકાનમાલિકો સામે લાલઆંખ કરવામા આવી છે.આવી જર્જરીત મિલકતોને જાતે ડિમોલેશન કરવાનૂ સૂચન થતા કોઇ પગલા ન લેતા તંત્રએ આખરે જાતે ઉતારવાની કામગીરી હાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામા આવી હતી.


પંચમહાલ જીલ્લાના ગોધરામા  નગરપાલિકા શહેરનો વહીવટ સંભાળે છે.ગોધરા શહેરમા ઘણ બધી જગ્યાએ જર્જરીત મિલકતો અને ઇમારતો આવેલી છે.ચોમાસાની સીઝન ચાલતી હોવાથી  જર્જરીત ઈમારતો પડી જવાનો ભય સતાવાઈ રહ્યો હતો.જેને લઈને પાલિકાએ કોઈ જાનહાની ન સર્જાય તે માટે કાર્યવાહી કરવામા આવી હતી.પાલિકાની તપાસમા ૧૦ જેટલી મિલકતો અતિજર્જરીત હોવાને કારણે તેના માલિકોને પાલિકાએ જાતે ડીમોલેશન કરવાની સૂચના આપી હતી.પંરતુ માલિકોએ વારંવારની નોટિસની અવગણના થતા જાહેર હિતમાં પાલિકાએ જાતે જ જર્જરિત મિલ્કતો ઉતારવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.શહેરા ભાગોળ, જહુરપુરા અને સ્ટેશન રોડ વિસ્તારમાં ત્રણ અતિ જર્જરિત મિલ્કતો પોલીસ બંદોબસ્ત સાથે ઉતારવાની કામગીરી શરૂ કરવામા હાથ ધરવામા આવી હતી.