બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મહાનગરપાલિકામાં સફાઇ કામદારોની ખાલીપડેલી જગ્યાઓ ઉપર નિમણુંક કરવાભાજપના વોર્ડ નં.15ના કોર્પોરેટરોની માંગ

જામનગર મહાનગરપાલિકાના સેટઅપ મુજબ સફાઇ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ ઉપર રોજમદાર અને અવેજીના કામદારોની નિમણુંક આપવા અંગે શાસકપક્ષ ભાજપના જ વોર્ડ નં.15ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ અને જેન્તીભાઇ ગોહિલ દ્વારા કમિશ્નરને રજૂઆત કરી છે. જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખા દ્વારા સફાઇ કામદારોની સેટઅપ મુજબ ખાલી જગ્યાઓ પડેલ છે. 


આ ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવી જોઇએ અને ભરતીમાં રોજમદાર અને અવેજી સફાઇ કામદારોની ખાલી થનાર જગ્યાઓ ઉપર વેઇટીંગ લીસ્ટમાંથી જગ્યા ભરવી જોઇએ. આ ઉપરાંત ચાલુ ફરજે અવસાન પામેલા સફાઇ કામદારના વારસદારને રહેમરાહે નોકરી આપવી જોઇએ. 


તેમજ મહાનગરપાલિકામાં સફાઇ કામદારોને હક્ક-હિસ્સાઓની રકમ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.તેવી રજૂઆત ભાજપના વોર્ડ નં.15ના કોર્પોરેટરો દ્વારા
કરવામાં આવી છે.