બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢમાં નવાઆર.સી.સી. રોડનું ભૂમિપૂજન કર્યું

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ
બાવળીયાની ગઇકાલે જિલ્લાની મુલાકાત દરમિયાન
મંત્રીએ થાનગઢ શહેરનો નવનિર્માણ પામવા જઈ રહેલ
સૂર્યચોકથી ધોળેશ્વર ચોક સુધીના 4 કિમી લાંબા
આર.સી.સી. રોડનું ભૂમિપૂજન કર્યું હતું, જે આશરે 5
કરોડના ખર્ચે તૈયાર થશે.


આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતાં મંત્રીએ જણાવ્યું
હતું કે, થાનગઢ નગરપાલિકા તેમજ નગરના આગેવાનો
દ્વારા કરવામાં આવેલ આ રોડ બનાવવાની દરખાસ્તને ધ્યાને
લઈ આ મહત્વના કામને સરકાર તરફથી મંજૂરી મળી છે.


અને આજે આ આર.સી.સી.રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, 

જેની વર્ષોથી થાનગઢના લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત કોન્ટ્રાક્ટરને લોકો માટે બની
રહેલા આ રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ
રોડની ગુણવત્તા જાળવી રાખવા અને આ રોડ વર્ષો સુધી
થાનગઢના લોકો ઉપયોગમાં લઈ શકે તેવી ઉત્તમ
ગુણવત્તાનો રોડ બનાવવા સૂચનો કર્યા હતા.


મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ થાનગઢ માટેના અનેક
વિકાસ કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે. આવનાર સમયમાં
ધ્રાંગધ્રાથી થાનગઢ અને થાનગઢથી ચોટીલા સુધી સીધો રોડ
બને તે અંગેની દરખાસ્તને ધ્યાને લઈ આગળ ચર્ચા કરવામાં
આવી રહી છે, જેથી ભવિષ્યમાં આ રોડનું પણ કાર્ય શરૂ
થશે તેમ જણાવ્યું હતું. વધુમાં થાનગઢ ખાતે પોસ્ટમોર્ટમ
રૂમ બનાવવાની માંગને પણ ધ્યાને લઈ આવનાર 15
દિવસમાં તેની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમ મંત્રીએ
ઉમેર્યું હતું.


આ કાર્યક્રમમાં થાનગઢ તાલુકા પ્રમુખ કાનભા ભગત,
થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, પ્રાંત
અધિકારી આર. બી. અંગારી અને પાંચાળ સિરામિક
એસોસિયેશનના પ્રમુખ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવાની પૂરી જહેમત
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજયભાઇ ભગત દ્વારા
ઉઠાવવામાં આવી હતી.