બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમરેલી ડેરી સાયન્સ કોલેજ-હોસ્ટેલનું ભૂમિપૂજન

અમરેલીના શેડુભાર નજીક આવેલી કામધેનુ યુનિવર્સિટી
ગાંધીનગર સાથે સંકળાયેલી ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય
ખાતે ભારત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગના
કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના
પશુપાલન અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી
કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ નારણભાઈ કાછડીયા અને
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પ્રેરક
ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી રહેલ
આધુનિક સગવડો ધરાવતી હોસ્ટેલ ભવનોનો ભૂમિપૂજન
કાર્યક્રમ સંપન્ન થયો હતો.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર
સરકાર અને રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી
સુવિધાઓ લાંબા સમય સુધી આ વિસ્તારને મળતી રહે એ
દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી.
કામધેનુ યુનિર્વસિટી અંગે વાત કરતા કેબિનેટ મંત્રી
કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કામધેનુ
યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમોના લીધે
ગ્રામ્ય રોજગારી તેમજ ગ્રામ્ય આર્થિક અર્થતંત્ર મજબૂત
બને એ દિશામાં પ્રયત્નો કરવા અત્યંત જરૂરી જણાય છે
માટે કૃષિ યુનિવર્સિટીનું કેમ્પસ, ડેરી સાયન્સ જેવા
અભ્યાસક્રમો, મત્સ્યોદ્યોગ જેવા વિષયો ઉપર વિસ્તારમાં
ચર્ચા કરી હતી.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જિલ્લામાં
બહારગામના વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા થવાથી ઘણો
લાભ મળશે અને ખર્ચ અને સમયનો વ્યય થતો પણ
અટકશે.
આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા કામધેનુ
યુનિવર્સિટીના કુલપતિ કેલાવાલા, કેલાવાલાના ધર્મપત્ની
શ્રીમતી હેમાક્ષીબેન કેલાવાલા, અમર ડેરીના ચેરમેન
અશ્વિનભાઈસાવલિયા, ડો. ડી. બી. પાટીલ, ડો. વાટલીયા,
ડેરી સાયન્સ કોલેજના ડીન અને પ્રિન્સીપાલ રામાણી અને
ડો. ભાવિક પટેલ તથા મહાવિદ્યાલયના અધિકારી/
કર્મચારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ જોડાયા હતા.