બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બનાસકાંઠામાં બટાટાના ભાવ ઘટતા ૭૦૦ કરોડ રૂપિયાનું નુકશાન

કોરોનાના કાળમાં મોંધવારી એ માઝા મૂકી છે તો બીજી
તરફ બટાકાના ભાવમાં મંદીના માહોલને લઈ ખેડુતો અને
બટાટા ના વેપારીઓમાં ચિંતા પ્રસરી છે.બટાકા નગરી
ઓળખાતા ડીસા શહેર સહિત જિલ્લામાં અંદાજિત આ
વર્ષે ૩.૧૦ કરોડ કટા નો સંગ્રહ થયો હતો
પરંતુ ત્યારબાદ બટાકા ના ભાવો ગગડતાં નિકાશી ઠપ્પ થઈ
જતાં બટાટાનો સ્ટોક ન કપાતા ખેડૂતો અને વેપારીઓ માટે
આવનાર દિવસો કપરા
રહેવાની શક્યતાઓને લઇ ચિંતા જોવા મળી રહી છે.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી જુલાઈ માસ સુધી ૯૨
લાખ કટાનો નિકાશી થઈ છે ત્યારે હજુ ૨.૨૦ કરોડ કટા
પડેલ છે પરંતુ ભાવોની રામાયણને લઇ અંદાજીત ૭૦૦
કરોડથી વધુ નુકશાન થઇ રહ્યું છે દિવસેને દિવસે ખર્ચ
વધતો જાય છે અને ભાવો તો વધતા નથી ત્યારે
વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.