ચાવંડ આઉટ પોસ્ટ પાસેથી મધ્યપ્રદેશનો શખ્સ અંગ્રેજી શરાબની ૪૫ બોટલ સાથે ઝડપાયો
લાઠી તાલુકામાં આવેલી ચાવંડ આઉટ પોસ્ટ પાસેથી મધ્યપ્રદેશમાં રહેતો અને ડ્રાઇવિંગનો ધંધો કરતો એક વ્યક્તિ ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૪૫ બોટલ સાથે ઝડપાયો હતો. મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જોબટ તાલુકાના કાલવટમાં રહેતો નરેન્દ્ર
જોહરીલાલ મોહનીયા પોતાના હવાલાની તુફાન ગાડીમાં
દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. ગાડીમાંથી વિવિધ બ્રાંડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪૫ બોટલ મળી હતી. પોલીસે દારૂની બોટલ, એક મોબાઇલ ફોન અને તુફાન ગાડી મળી કુલ ૨,૧૮,૫૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન.એ.વાઘેલા આ યુવક કોને દારૂ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગે વધુ તપાસ કરી રહ્યા છે.