બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વિરપુરના આકલિયાના મુવાડા ગામમાં પાણી,રસ્તા સહિતની સુવિધાના અભાવે લોકોબેહાલ

વિરપુર તાલુકાના પાસરોડા ગ્રામ પંચાયતમાં આવેલ
આકલીયાના મુવાડા ગામના લોકોને સરકાર દ્વારા પાણી
અને પાકી સડક જેવી સુવિધાઓ આપી શકી નથી. તંત્ર
દ્વારા એક બીજા ને ખો આપી લોકોને તેમની સુવિધા પૂરી
પાડવામાં ઠાગા ઠેયા થઈ રહ્યા છે. પ્રથમ તો ગામમાં જવા
માટે કાચો રસ્તો પણ નથી. અને પગવાટ ધૂળીયો રસ્તો છે.
જેમાં પણ વચે એક કોતર આવેલું છે. જે ચમાસા દરમ્યાન
પાણી આવી જતા ગામ અને ગામના લોકો સંર્પક વિહોણા
બની જાય છે. જે કોતર પર નાળુ બનાવી રસ્તો બનવા ઉગ્ર
માંગ કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ
પગલાં લેવાયા નથી. જ્યારે આ સમગ્ર વિસ્તારમાં પશુ
પાલકનો મુખ્ય વ્યવસાય હોઈ પશુ માટે પાણીની તાતી
જરૂરિયાત હોઇ છે.જ્યાં માણસ માટે પણ પીવાના પાણીની જરૂરિયાત માટે
સમગ્ર મુવાડાના લોકો માટે એક માત્ર હેડપંપ છે.
ગામની અંદર જતા આ દ્રશ્યો જોઈ લાગશે કે આ
મહિલાઓ ટોળું વળીને શું કરે છે? પરંતુ આ મહિલાઓ
એકજ હેડપંપથી પાણી સિંચી રહી છે આમતો સમગ્ર
વિરપુર તાલુકામાં ગત વર્ષે સરેરાશ ૮૦ ટકા જેટલો વરસાદ
થયો હતો તેમ છતાં ગામના લોકો પીવાના પાણી માટે
ભટકવું પડે છે નલ સે જલની સરકારી યોજના દ્વારા સમગ્ર
વિસ્તારમાં છ માસ અગાઉ દરેક ઘરના આંગણામાં નળ
મૂકી દેવામાં આવ્યા છે. પણ અત્યારસુધી પાણીનું એક ટીપુ
જોવા મળેલ નથી તંત્ર દ્વારા તાલુકા ના દરેક વિસ્તારમાં
પાણી પહોંચાડવાના દાવા થઈ રહ્યો છે. ગ્રામ જનો ના
કહેવા મુજબ સરપંચ તાલુકા ડેલિગેટ સહિત સ્થાનિક
ધારાસભ્ય ને અનેકવાર રજુઆત કરવા છતાં આજ દિન
સુધી ગામ ના રસ્તા અને પાણી નો પ્રશ્ન હજુ સળગતો જ
રહેલો છે. ગામની વસ્તી મુજબ પાણીની જે જરૂરિયાત છે.
તે પ્રમાણે પાણી મળી શકે તો આ દ્રશ્યો ના સર્જાય તે
નિશ્ચિત છે. આકલીયાના મુવાડાના લોકો વહેલી તકે
પીવાના પાણી અને રસ્તાની સવલત મળી રહે તેવી આશા
લગાવી બેઠી છે.