બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોને પાણીથીભરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ચોમાસું ખેંચાયું છે જેથી વાવેતર કરી ચૂકેલ ખેડૂતો પરેશાન
છે જેથી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ડેમો પાણીથી
ભરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં
આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ
સીએમને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત તેમજ ખાસ
કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની ખેચ છે અને સૌરાષ્ટ્રના ડેમોમાં
પાણી નથી ત્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના
દ્વારા સૌરાષ્ટ્રના ડેમોને પાણીથી ભરી આપવા અને જગતના
તાત દ્વારા કરેલ વાવેતરો ને બચાવવા માટે આ ભરેલા ડેમો
થકી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે
જેથી તાત્કાલિક હુકમો કરીને સૌરાષ્ટ્રના ડેમોમાં સૌની
યોજના દ્વારા પાણી નાખવા બાબતે યોગ્ય કરવા માંગ કરી
છે