બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વરસાદ ખેંચાતા પાણીની સંભવિત તંગીનિવારવા કલેક્ટરે યોજી બેઠક

રાજકોટ જિલ્લામાં ઉપબધ્ધ પાણીના જથ્થાની વિગતો
મંગાવી: ટેન્કર દોડાવવા, સિંચાઈ માટે આગોતરું આયોજન
જૂન સુધીમાં પૂરતો વરસાદ ન થતાં તેમજ જુલાઈના પાંચ
દિવસ વિતી ગયા પછી પણ હજુ વરસાદ ના થતાં, હવે
પાણી મામલે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજકોટ
જિલ્લામાં મહિનાના અંત સુધીમાં પાણીની તંગીની
સંભાવના જોતાં જિલ્લા કલેક્ટર અરૂણ બાબુએ સોમવારે
સમીક્ષા બેઠક યોજી હતી.જેમાં હયાત પાણીના જથ્થાની વિગતો મંગાવી, ટેન્કર
દોડવવા તેમજ સિંચાઈ માટે આગોતરી વ્યવસ્થા કરવા
સહિતના પગલાંનું આયોજન થયું હતું.
જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ
જિલ્લા કલેક્ટરે આજે જિલ્લામાં પાણીની સંભવિત તંગીને
જોતાં વાસ્મો, પાણી પુરવઠા બોર્ડ, ઇરિગેશન વિભાગ
સહિતના વિભાગો સાથે બેઠક યોજી હતી.
જેમાં તેમણે હયાત પાણીના જથ્થાની વિગતો માગી હતી
તેમજ રાજકોટમાં વરસાદ વધુ ખેંચાય તો, ક્યા ક્યા
જળસ્રોત ઉપલબ્ધ છે, પાણી માટે ક્યાંથી પાણી પૂરું પાડી
શકાય, કઈ રીતે પાડી શકાય, રાજકોટ શહેર-જિલ્લાના ક્યા
વિસ્તારોમાં ટેન્કરો દોડાવવા પડી શકે, સૌનીમાંથી કેટલું
પાણી મળી શકે, જે ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે, તેમને
સિંચાઈ માટે કેવી રીતે પાણી આપી શકીએ સહિતના
વિવિધ બાબતોની પૃચ્છા કરી હતી. કલેક્ટરે આ તમામ
બાબતો માટે સંબંધિત વિભાગને ડેટા એકત્ર કરવા અને
એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં સામાન્ય રીતે
જૂનના અંત સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોય છે.
રાજ્યમાં 15મી જૂન આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે
અને સપ્તાહમાં જ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ જતો હોય
છે. જેથી નવા નીરની આવક થતાં લાગતાં પાણીની ચિંતા
રહેતી નથી. જો કે આ વર્ષે ચોમાસું ખેંચાયું છે. જૂન પૂરો
થઈ ગયો અને જુલાઈનું પ્રથમ સપ્તાહ પૂરું થવા જઈ રહ્યું
છે, છતાં સામાન્ય ઝાપટાઓને બાદ કરતાં પૂરતો વરસાદ
થયો નથી. હજુ પણ અઠવાડિયા સુધી વરસાદ થવાની
આગાહી નથી. આમ અડધો જુલાઈ માસ પણ વરસાદ
વિના અને નવા પાણીની આવક વિના જ પૂરો થઈ જાય
તેવી ચિંતા ઊભી થઈ છે. આથી હયાત મર્યાદિત પાણીનો
જથ્થો ખર્ચાવા લાગ્યો છે. ચોમામાના પ્રારંભે ઝાપટાઓ
બાદ અનેક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે. ત્યારે હવે
મોલાતને પાણીની જરૂર પડવા લાગી છે, તો તેમને સિંચાઈ
માટે કેવી રીતે પાણી આપવું તે ચિંતા પણ ઊભી થઈ છે.
ઉપરાંત પીવા માટે પણ પાણીના જથ્થાની ચિંતા ઊભી થઈ
છે. આથી જિલ્લા કલેક્ટરે આગોતરા આયોજનના ભાગ
રૂપે આજે વાસ્મો, પાણી પૂરવઠા બોર્ડ, સિંચાઈ વિભાગ
સહિતના વિભાગો સાથે બેઠક યોજી હતી. કલેક્ટરે વરસાદ
ખેંચાય તે સ્થિતિમાં પાણીનો નવો જથ્થો મેળવવા અને તેના
વિતરણ માટે એકશન પ્લાન તૈયાર કરવા સૂચના આપી
હતી.