બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોંડલના રીબ ગામ પાસે ખેતરમાંથી નીકળવાની ના પાડતા જગદીશભાઇ પરધારીયા-પાઇપથી હૂમલો

ગોંડલના રીબ ગામથી સરધારી ધાર
પાસે ખેતરમાંથી નીકળવાની ના પાડતા યુવાન પર ચાર
શખ્સોએ લાકડી, પાઇપ અને ધારીયાથી હૂમલો કરતા
ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રીબ ગામમાં રહેતા જગદીશભાઇ
પાંચાભાઇ મેવાડા ગઇકાલે ગામ પાસે પોતાની વાડીએ
હતાં. ત્યારે ગામમાં જ રહેતો વિનોદ સવાભાઇ મેવાડા
ખેતરના શેઢે ચાલીને નીકળતા જગદીશભાઇએ
પોતાના ખેતરમાંથી નીકળવાની ના પાડતા વિનોદ
મેવાડાને સારૂ ન લાગતા તેણે ફોન કરી રમેશ સવાભાઇ,
લાલા વિનોદભાઇ અને અલ્પેશ વિનોદભાઇને
બોલાવ્યા હતાં. ત્યારબાદ ચારેય શખ્તોએ
જગદીશભાઇ સાથે બોલાચાલી કરી જાનથી મારી
નાખવાની ધમકી આપી લાકડી, પાઇપ ધારીયા વડે
હુમલો કરી જમણા પગના સાથળના ભાગે તથા ડાબા
પગમાં ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના
લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતાં.
બાદ જગદીશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં
ખસેડાયા હતાં. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે
જગદીશભાઇ મેવાડાની ફરીયાદ પરથી ચારેય શખ્સો
વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. ડી. જી. જેઠવાએ
તપાસ હાથ ધરી છે.