બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકો ખાનગી નહીં સરકારી શાળા પસંદ કરી રહ્યા છે.

કોરોના કાળમાં જેટલી રોગ પ્રતિકાર શક્તિ ઉભી કરવાની વાતો થઇ છે એેટલીજ વાતો શિક્ષણ ક્ષેત્રની થઇ છે. ધો.૧૦-૧૨ના વિધ્યાર્થીઓને પ્રમોશન આપવાની વાત હોય કે, ગ્રેડ સાથેના પરિણામોની વાત હોય કે ઓન લાઇન શિક્ષણનો વ્યાપ વધારવાની વાત હોય આ દરેકમાં થયેલા વિવાદે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાયકે તરતજ ખાનગી સ્કુલોમાં એડમિશન લેવાની લાઇનો લાગવા લાગે છે. 

પરંતુ આ વખચતે એટલેકે કોરોના કાળ પછીના ગાળામાં શિક્ષણ ક્ષેત્રે સ્કુલ એડમિશનોમાં રિવર્સ ગીયર જોવા મળી રહ્યું છે. એટલેકે ખાનગી શાળા કરતાં સરકારી શાળાઓની ડીમાન્ડ ઉભી થઇ છે.

શિક્ષણ ક્ષેત્ર પણ આ નવા ટ્રેન્ડને આશ્ચર્યથી જોઇ રહયું છે. અનેક જિલ્લાઓમાં લોકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં જોડાઇ રહ્યા છે. 

દરેક પોતાના સંતાનને સારું શિક્ષણ અને સંસ્કારી કુટુંબના લોકો વચ્ચે પોતાના સંતાનોને શિક્ષણ આપવા ઇચ્છે છે. ઉચ્ચ મધ્યમ વર્ગ અને હાઇનેટ વર્થ ધરાવનારાઓને ખાનગી શાળાઓમાં પોતાના સંતાનોને લાખો રુપિયા આપીને શિક્ષણ અપાવે છે. ખાનગી શાળાઓનો મેનિયા ેએટલો વધ્યો હતો કે ખાનગી શાળાઓેએ આંધળી લૂંટ ચલાવવી શરૂ કરી હતી.  

કુટુંબમાં સંતાનના જન્મ સાથે તેને કઇ સ્કુલમાં મુકવું તેની ચર્ચા શરૂ થઇ જતી હતી. કઇ સ્કુલમાં કોની ઓળખાણ કામ લાગશે તે પણ ચર્ચાતું હતું. આ એક એવો ઝેરી ટ્રેન્ડ હતો કે તેમાં મધ્યમ વર્ગ જાણે અજાણે ખેંચાતો હતો.

સંતાનના જન્મ સાથે વાલીએ શિક્ષણ માટે પાંચ લાખ અલગ રાખવા પડતા હતા. સામે છેડે સરકારી શાળાઓમાં પણ બધું લોલમ લોલ ચાલતું હતું. નાધણિયાતની જેમ સરકારી શાળાઓ ચાલતી હતી.

ખાનગી શાળાઓની સરખામણીમાં તેનું શૈક્ષણિક સ્તર નહોતું. ત્યાં સ્વચ્છતા પણ ઓછી દેખાતી હતી અને વિધ્યાર્થીઓમાં શિસ્તનો અભાવ દેખાતો હતો. શિક્ષકો પણ ગેર હાજર રહેતા હતા તેમજ સમય જાળવતા નહોતા. વિધ્યાર્થીઓને સમાજ જીવન માટે કેવી રીતે તૈયાર કરવા તેની ઉણપ સરકારી શાળાઓમાં જોવા મળતી હતી. 

સરકારી શાળાઓના ધાંધીયા જોઇને ખાનગી સ્કુલોે તેમની દુકાનો શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં ગામેગામ આ વ્યવસાય શરૂ થઇ ગયો હતો. રાજકારણીઓની મીઠી નજર હેઠળ શરૂ થયેલા ધંધા સામે વાલીઓએ વારંવાર અવાજ ઉઠાવ્યો હતો પણ સરકારો તેમની તરફેણ કરતી જોવા મળતી હતી. આ બધો પૈસાનો ખેલ છે એવું સમજતા લોકોને બહુ વાર લાગી હતી.

સરકારી શાળાઓ તે દરમ્યાન જાગી હતી. શાળાઓના તૂટેલા યુરીનલો રીપેર કરાવ્યા હતા. સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું. આ ઉપરાંત કોરોના કાળમાં લોકો પૈસાનું મહત્વ સમજ્યા હતા. સરકારી શાળાઓમાં ડિજીટલ સિસ્ટમો જોવા મળવા લાગી હતી. જેના કારણે પવન પલટાયો હતો. 

શિક્ષણ માફિયાઓ માટે આ માથું કૂટવાના દિવસો છે. ખાનગી શાળાઓએ પ્રજાને લૂંટવામાં પાછા વળીને જોયું નહોતું. પોતાની સ્કુલ બેસ્ટ છે એમ કહેવા અને કહેવડાવવા લોકો લાખો રૂપિયા ખરચતા હતા. લોકો જાહેરાતો જોઇને ભોળવાઇ જતા હતા અને શહેરની કોઇ ઉંચી સ્કુલમાં પોતાનું સંતાન ભણે છે એમ ગૌરવ સાથે કહેતા હતા. 

શિક્ષણ માફિયાઓ સાથે રાજકારણીઓની સાંઠગાંઠ જોવા મળી હતી. અનેક રાજકારણીઓના પોતાના શિક્ષણ સંકુલો છે જેમાં બાલમંદિરથી કોલેજ સુધીનું શિક્ષણ અપાતું હોય છે.

શિક્ષણ ક્ષેત્રને રાજકારણીઓએ વેપારનું સાધન બનાવી દીધું હતું. ઉચ્ચ અભ્યાસક્રમ માટે લેવાતી ઉપલક રકમ લાખો રૂપિયામાં ચૂકવવી પડતી હતી. 

આપણે અહીં સ્કુલ એજ્યુકેશનમાં ઉભા થઇ રહેલા નવા ટ્રેન્ડની આવકારવાની જરૂર છે. ખાનગી સ્કુલોની નજર સામે વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કુલોમાં શિફ્ટ કરી રહ્યા છે.

મધ્યમ વર્ગ માટે આ પરીવર્તન આવકાર્ય બન્યું છે. મધ્યમ વર્ગ દેખાદેખીમાં પ્રાઇવેટ સ્કુલ પસંદ કરતો હતો. તેને પોષાતું ના હોય તો પણ તે સમાજમાં દેખાડા માટે વધુ ફી ભરીને ગૌરવ અનુભવતો હતો. 

સરકારે ખાનગી સ્કુલોને લાગી રહેલા ફટકાનો ટ્રેન્ડ જળવાય તેવા પગલાં લેવાની જરૂર છે. જાહેરખબરોનો મારો અને શેરી નાટકો તેમજ સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરીને નવા ટ્રેન્ડનો પ્રચાર કરવાની જરૂર છે. બોલે તેના બોર વેચાય એ નિતી આમ આદમી પાર્ટીએ અપનાવેલી છે.

ગુજરાત સરકારે તો કામ કર્યું છે તેના પરિણામો મળી રહ્યા છે. દરેક કુટુંબો સરકારી શાળામાં પોતાના સંતાનોને મોકલવાનું વિચારવા લાગે તો ખાનગી શાળાઓ તેમની ફીનું ધોરણ સરકારી શાળાઓ જેટલું કરી નાખે. બાજી મધ્યમવર્ગના હાથમાં છે.