ગીરગઢડા એસટી બસ સ્ટેશન માત્ર બે વર્ષમાંખડભડી ગયું
ગીરગઢડા ગામે ઉમેદપરા જતા રોડ ઉપર ગુજરાત સ્ટેટ
માર્ગ ટ્રાન્સપોર્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન બસ
સ્ટેશનનું બાંધકામ કરી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ ઓનલાઈશ્ર ૨૨-૬-૧૯માં લોકાર્પણ કર્યુ હતું હજુ
પુરતા પ્રમાણમાં ગીરગઢડાથી લાંબા અંતર તથા જિલ્લા
મથક જવા માટે એસટી બસો શરૂ પણ થઈ નથી. માત્ર બે
વરસના ચોમાસા ગયા છે ત્યાં બસ સ્ટેશન પ્લેટફોર્મ ઉપરની
છતમાંથી પોપડા સિમેન્ટનાં ખરવા માંડયા છે.
સદનશીબે મુસાફરો ના હોય કોઈ જાનહાની થઈ નથી. માત્ર
બે વરસમાં છતમાં સિમેન્ટનું પ્લાસ્ટર નબળુ પડી ઉખડવા
લાગ્યું છે. તો બાંધકામમાં મટિરિયલ ઓછુ વપરાયાનો તથા
મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની બુ આવે છે.તો તટસ્થ તપાસ કરાવી નબળુ કામ દૂર કરાવી કોન્ટ્રાકટર સામે પગલા લેવાશે ખરા તેવો ગીરગઢડા તાલુકાની પ્રજામાં પ્રશ્નો ચર્ચાઈ રહ્યો છે.