બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મોરબી પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશનના નવા હોદેદારોની નિમણુક

મોરબી પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની જનરલ મીટીંગ
મળી હતી. જેમાં વર્તમાન હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં
સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
મોરબી પેટ્રોલીયમ ડિલર્સ એસોસિએશનની બેઠકમાં
વર્તમાન પ્રમુખ હર્ષદભાઈ કડીવાર ઉપપ્રમુખ વિનોદભાઈ
ડાભી તથા સેક્રેટરી અનિલભાઈ બુદ્ધદેવની કાર્યકારી મુદત
પૂરી થતી હોય, તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપેલ તથા
સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ. જેમાં
નવા પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયા ઉપપ્રમુખ તરીકે
પ્રદિપભાઈ હુંબલ અને સેક્રેટરી તરીકે અનિલભાઈ
બુદ્ધદેવની સર્વ સંમતી નિમણૂક કરવામાં આવતા સર્વ
સભ્યોએ વરણીને વધાવી હતી.
નવનિયુક્ત પ્રમુખ સુભાષભાઈ પડસુંબીયાએ તેમના
ઉદબોધનમાં પેટ્રોલિયમ ડિલરોના ટ્રેડને લગતા ગંભીર
પ્રશ્નોને મહત્વ આપવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવા
જણાવેલ.
જેમાં ટ્રેડના સભ્યોના સંગઠનને મજબૂત કરવા તથા
પેટ્રોલિયમ ડીલરોને ઘણા સમયથી પડતર રહેલ કમિશન
વધારવાના પ્રશ્નને પ્રાથમિક મહત્વ આપવા જણાવેલ હતું.