ડાંગ જિલ્લાની પાદલખડી પિયત મંડળીનીનોંધણી રદ કરાઈ
ડાંગ જિલ્લાની શ્રી પાદલખડી પિયત વિસ્તારમાં પાણીની
વહેંચણી માટેની સ.મં.લી., મુ.પો.પાદલખડી, તા.સુબીર,
જિ.ડાંગ દ્વારા તેનું રજીસ્ટ્રેશન કરાયા બાદ નિયત સમય
મર્યાદામાં કોઈ પ્રવૃત્તિઓ હાથ નહિ ધરાતા તેની નોંધણી રદ
કરી દેવામાં આવી છે.
ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એસ.ડી.ભોયે દ્વારા
ગુજરાત સહકારી મંડળીઓના કાયદાની કલમ-૨૦ અન્વયે
તેમને મળેલી સત્તાની રુએ આ મંડળીની નોંધણી રદ કરતા
હુકમો કર્યા છે, જેની જાહેર જનતાને નોંધ લેવા પણ એક
અખબારી યાદીમાં જણાવાયુ છે