બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દિલીપ કુમારે છેલ્લા આ ફિલ્મમાં કરી હતી ધાંસૂ એક્ટિંગ, ડબલ રૉલ કરીને ચોંકાવ્યા હતા બધાને, જાણો કઇ છે ફિલ્મને ક્યારે થઇ રિલીઝ.

દિલીપ કુમારે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી કરી હતી. તેમને પોતાના લગભગ પાંચ દાયકાની કેરિયરમાં 65 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. તેમને છેલ્લી વાર કિલા ફિલ્મમાં કામ કર્યુ હતુ. બૉલીવુ઼ડના જાણીતા એક્ટર દિલીપ કુમારનુ આજે સવારે નિધન થઇ ગયુ. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે 29 જૂનના રોજ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. દિલીપ કુમાર ખુબ લાંબા સમયથી બિમાર હતા, તેના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર ફરી વળી છે. 


દિલીપ કુમારે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી કરી હતી. તેમને પોતાના લગભગ પાંચ દાયકાની કેરિયરમાં 65 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. તેમને છેલ્લી વાર કિલા ફિલ્મમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મ વર્ષ 1998માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મનુ નિર્દેશન ઉમેશ મેહરાએ કર્યુ હતુ, અને ફિલ્મમાં બીજા કલાકારોમાં રેખા, મમતા કુલકર્ણી, સ્મિતા જયકર, મુકુલ દેવ, ગુલશન ગ્રોવર વગેરે સામેલ હતા. આ ફિલ્મમાં દિલીપ કુમારે ડબલ રૉલ કર્યો હતો. 


પાંચ દાયકામાં આપી કેટલીય લોકપ્રિય ફિલ્મો- 
દિલીપ કુમારે પોતાની એક્ટિંગની શરૂઆત બૉમ્બે ટૉકીઝની ફિલ્મ જ્વાર ભાટાથી 1944માં કરી હતી. લગભગ પાંચ દાયકાની એક્ટિંગ કેરિયરમાં 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. દિલીપ કુમારની કેટલીક ખાસ ફિલ્મો- (1955), આઝાદ (1955), મુગલ-એ-આઝમ (1960), ગંગા જમુના (1961), રામ ઔર શ્યામ (1967) રહીં છે. 


પાંચ વર્ષનો બ્રેક લઇને ફરીથી કરી વાપસી- 
1976માં દિલીપ કુમારે કામમાંથી પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. ત્યારબાદ 1981માં તેમને ક્રાંતિ ફિલ્મમાં વાપસી કરી, આ પછી તે શક્તિ (1982), મશાલ (1984), કરમ (1986), સૌદાગર (1991). તેમની છેલ્લી ફિલ્મ કિલા (Qila) હતી, જે 1998માં રિલીઝ થઇ હતી. દિલીપ કુમાર પહેલા એક્ટર છે, જેમને ફિલ્મ દાગ માટે ફિલ્મફેયર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો. આ પછી સતત સાત વાર આ એવોર્ડ તેમને પોતાના નામે કર્યો હતો.