બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ટોક્યો ઓલિમ્પિક ઉદઘાટન સેરેમનીમાં મેરી કૉમ અને મનપ્રીતસિંહને મળી મહત્વની જવાબદારી.

ટોક્યો ઓલમ્પિક્સ ઉદઘાટન સમારોહમાં ભારતની જાણીતી બોક્સર મેરી કોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મહત્વની જવાબદારી સોંપાઈ છે. મેરી કોમ અને મનપ્રીત સિંહને રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાની જવાબદારી આપવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. 8 ઓગસ્ટના સમાપન સમારોહમાં ભારતના બજરંગ પુનિયા ધ્વજ લહેરાવશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આ નિર્ણય રમતોની આયોજક સમિતિને જણાવ્યો છે. પહેલી વખત એક પુરુષ અને સ્ત્રી ધ્વજ લહેરાવશે. જેથી સમાનતા સુનિશ્ચિત કરી શકાશે.

આઈઓએના વડા નરિન્દર બત્રાએ આ માહિતી આપી હતી. શૂટર અભિનવ બિન્દ્રાએ રિયો ડી જાનેરોમાં ધ્વજ લહેરાવ્યો હતો. જણાવી દઈએ કે અભિનવ બિન્દ્રા દેશનો એકમાત્ર ખેલાડી છે જેણે વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે વર્ષ 2008 માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું.

ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઇથી શરૂ થશે. ગયા વર્ષે યોજાવાનો હતો પરંતુ કોવિડ -19 ને કારણે તેને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે જ સમયે એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ નિર્ણય લીધો હતો કે ઉદઘાટન સમારોહમાં બે ધ્વજવાહકો હશે, એક સ્ત્રી અને એક પુરુષ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) ના પ્રમુખ થોમક બચે જણાવ્યું હતું કે, "આઈઓસી એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રથમ વખત 206 ટીમો અને આઇઓસીની શરણાર્થી ઓલિમ્પિક ટીમમાં એક મહિલા અને એક પુરૂષ રમતવીર ધ્વજવહન તરીકે રહેશે.