કોરોના પછી કેનેડામાં ફેલાયેલી મગજની રહસ્યમય બીમારી શું છે ?
કોરોના મહામારી પછી ભારતમાં જેમ બ્લેક ફંગશે માઝા મુકી તેમ કેનેડામાં મગજની કોઇ રહસ્યમયી બીમારી વધતી જાય છે.મીડિયા અહેવાલ અનુસાર કેનેડા દેશના એક જ પ્રાંતમાં ૪૮ લોકો રહસ્યમયી બ્રેન સિંડ્રોમનો શિકાર બનતા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત માહિતી મુજબ આ બેદી બીમારીથી પીડિત લોકો કેનેડાના એટલાન્ટિક કંઠે આવેલા ન્યૂ બુ્રંસવિંક પ્રાંતના રહેવાસીઓ છે. મિસ્ટીરિયસ બ્રેન સિંડ્રોમથી પીડાતા લોકોમાં અનિદ્રા, અંગોમાં શિથિલતા અને ભ્રમ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ પ્રકારનો બ્રેન સિન્ડ્રોમ પ્રથમવાર ૨૦૧૫માં જોવા મળ્યો હતો. એ સમયે ડો એલિયર મારેરોના ધ્યાનમાં એક દર્દી આવ્યો હતો. ૨૯ એપ્રિલથી અત્યાર સુધી ૪૮ લોકો ભોગ બન્યા તેમાંથી ૬ ના મુત્યુ થયા છે. જો કે મુત્યુનું કારણ બ્રેન સિન્ડ્રોમ જ છે તેની ખાતરી કરવા માટે વધુ સંશોધનો પર ભાર મુકવાની જરુરીયાત છે. આ સિન્ડ્રોમનો ખુલાસો ન્યૂ બ્રંસવિકના મુખ્ય ચિકિત્સા અધિકારીએ બે મહિના પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મિસ્ટીરિયસ બ્રેન સિંડ્રોમે કેનેડાની હેલ્થ એજન્સીઓને ટેન્શનમાં નાખી દીધી છે
એટલું જ નહી ન્યૂરોલોજીસ્ટ ક્ષેત્રના સંશોધકો અને તબીબોનું ધ્યાન ખેંચાયું છે. આ બીમારી ફેલાવાનું બહાર આવતા ન્યૂ બ્રંસવિકના રહેવાસીઓમાં ડર ઉભો થયો છે. કેટલાક તબીબોએ આ બીમારી મોબાઇલ ફોન ટાવરોના રેડિએશનથી ફેલાતી હોવાનું કહયું છે તો કેટલાક નિષ્ણાતો કોવિડ-૧૯ વેકિસનની સાઇડ ઇફેકટ પણ સમજે છે. એક શકયતા એવી વ્યકત થઇ છે કે આ સિન્ડ્રોમ પ્રિયોન ડિસિઝને મળતો આવે છે જે પ્રોટિન સંક્રામક કણોના કારણે થતા ન્યૂરો ડીજેનેરેટિવ રોગોનો સમૂહ છે. શરુઆતના આંકડા પર નજર કરતા આ કોઇ જીનેટિક બીમારી નથી અને હવા પાણી કે ખોરાક સાથે પણ લિંક ધરાવતો નથી. હેલ્થ એકસપર્ટનું માનવું છે કે આ બીમારી મહિલા અને પુરુષો બંનેમાં સમાન રીતે થાય છે. તપાસમાં એક નવો ખુલાસો એવો થયો છે કે કુતરાઓને મારવાથી તેના સાઇનો બેકટેરિયા પેદા થાય છે તેના લીધે જ ન્યૂરો લોજિકલ બ્રેન સિડ્રોમ થઇ રહયો છે. આમ હાલમાં કેનેડામાં આ બીમારીના નિદાન માટે જુદા જુદા મેડિકલ રસ્તાઓ અપનાવવામાં આવી રહયા છે.