બે મહાસાગરોના પાણી એક બીજામાં ભળતા નથી એની પાછળનું તથ્ય શું છે ?
સોશિયલ મીડિયામાં એક તરફ સમુદ્રનું નીલા રંગનું પાણી અને બીજી તરફ ભૂરા રંગનું પાણી દરિયામાં એક બીજા સાથે મિકસ થતું નથી એવો વીડિયો અને ફોટો ખૂબ જોવા મળે છે. પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરનું પાણી એક બીજા સાથે મિકસ થતું નથી ત્યાં એક કાલ્પનિક હદ ઉભી થાય છે. આને કેટલાક ચમત્કાર સમજે છે તો કોઇ આ વાતમાં તથ્ય નથી એવું માને છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાણી એક બીજા સાથે મિકસ ના થાય તેવું બને છે પરંતુ તેની પાછળ ચમત્કાર નહી વૈજ્ઞાનિક કારણ છુપાએલું છે.
અલાસ્કાની ખાડીમાં આ ઘટના બને છે. અહીંયા ગ્લેશિયરનું પાણી મઢ મેલું હોય છે જે દરિયાના વાદળી જેવા રંગમાં ભળે છે. ગ્લેશિયરનું પાણી ઠંડુ હોય છે અને તેમાં અનેક પ્રકારની અશુધ્ધિઓ ભળેલી હોય છે. બીજી બાજુ મહાસાગરનું પાણી જે નીલા રંગનું અને સાધારણ ટેમ્પરેટચરવાળું હોય છે. આ બંને વચ્ચેના તાપમાનના ફરકના લીધે ઘનતામાં તફાવત હોવાથી સરળતાથી મિકસ થતા નથી. એવું નથી કે આ પાણી કાયમી મિકસ થતા જ નથી પરંતુ તેમાં ખૂબ વાર લાગે છે આથી બંને પાણી વચ્ચે એક કાલ્પનિક સરહદ બને છે જેને દૂરથી જોતા પાણી અલગ અલગ લાગે છે.
એટલાન્ટિક અને પેસિફિક જ નહી ગમે ત્યાં પાણીની ડેન્સિટી અને તાપમાનમાં ખૂબ ફેરફાર હોય ત્યાં આવું જોવા મળી શકે છે. આ કોઇ પણ પ્રકારનો કરિશ્મો નથી. મહાસાગર જ નહી ગંગા નદી જયાં બંગાળના ઉપસાગરને મળે છે ત્યાં પણ આવું જોવા મળે છે. ચોમાસામાં આપણે જોયું છે કે ભારે વરસાદ પડે ત્યારે દરિયાકાંઠે કયારેક પાણી મીઠું જોવા મળે છે કારણે વરસાદનું શુધ્ધ પાણી દરિયાના ખારા પાણી સાથે ભળ્યું હોતું નથી. દરિયાના સ્થાઇ અને વરસાદના પાણીની ઘનતામાં અને તાપમાનમાં તફાવત હોય છે. આથી દરિયાકાંઠે પાણીનો પ્રવાહ અત્યંત ધીમો ભળતો હોય ત્યાં પાણી મીઠું લાગી શકે છે આમ આ કોઇ ચમત્કાર નથી.