બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કાલોલમાં લોકટોળુ હિંસંક બનતા પોલીસ પર પથ્થરમારો કરતા તંગદીલી,હાલ પરીસ્થીતી કાબુમાં

PI.PSI કક્ષાના અધિકારીઓ સહિત અન્ય પોલીસ જવાનો ઘાયલ થયા,

જીલ્લાભરમાથી પોલીસ ખડકી તોફાની તત્વોને પકડી પાડવા કોમ્બિંગ હાથ ધરાયૂ

-તોફાની તત્વોએ રસ્તે આવનજાવન કરતા વાહનો પર પણ પથ્થરમારો કર્યો.


પંચમહાલ જીલ્લાના કાલોલમા ફરિયાદના આધારે આરોપીને પોલીસ સ્ટેશન લાવતા ખોટી અફવા ફેલાતા લોકટોળા ભેગા થતા મામલો બિચકતા અથડામણ સર્જાતા સમગ્ર કાલોલ નગરમાં અફરાતરફીનો માહોલ ફેલાઈ ગયો છે.જેમા તોફાની ટોળુ હિંસક બનતા પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો,અથડામણની ઘટના બની હોવાના ખબર કાલોલમાં વાયુવેગે પ્રસરતા દુકાનો ટપોટપ બંધ થઈ ગયી હતી.કાલોલમાં પરિસ્થીતી તંગ બનતા જીલ્લા એસ.પી અને રેન્જ આઇજી સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો પહોચતા કાલોલનગર  પોલીસ છાવણીમા ફેરવાયુ હતુ.આ પથ્થરમારામાં પીઆઈ અને પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કેટલાક જવાનોને ઇજા પહોચી છે.પોલીસે તોફાની બનેલા ટોળાને કાબુમા લેવા ટીયરગેસના સેલ છોડવામા આવ્યા હતા.હૂમલાખોરોને ઝડપી પાડવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ છે.


પંચમહાલ જીલ્લાના કાલોલનગરમા  ફરિયાદને આધારે એક શકમંદ ઇસમને પકડી લાવામા આવ્યો હતો.જેને લઇને  અફવા ફેલાતા પોલીસ સ્ટેશનની બહાર લોકટોળા એકઠા થયા હતા.જોતજોતામા વાતાવરણ ઉગ્ર બનતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ થયો હતો,નગરમાં તંગદીલી સર્જાતા કાલોલનગરમા ટપોટપ દૂકાનો બંધ થઈ ગઈ હતી.પોલીસ પર જૂથ અથડામણમાં પથ્થરમારાની ઘટનાની જાણ થતા જીલ્લા એસપી ડો.લીના પાટીલ સહિતનો કાફલો કાલોલનગરમા પહોચ્યો હતો.સાથે જીલ્લાભરની પોલીસ તેમજ એલસીબી,એસઓજી સહિતની ટીમ પણ કાલોલનગરમા પહોચી હતી,પોલીસે તોફાની ટોળાને કાબૂમા લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા.ટોળાઓએ દૂકાનોમાં તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી.એટલુ જ નહી રસ્તે જતા આવતા વાહનોને તોફાની ટોળાએ પણ પથ્થરોમારીને ને ટાર્ગેટ બનાવ્યા હતા.ટોળાને કાબુમા લેવા ટીયરગેસના સેલ છોડવામા આવ્યા હતા.બનાવની ગંભીરતા જોતા પંચમહાલ રેન્જના આઈજી એમ.એસ.ભરાડા કાલોલ ખાતે પહોચીને પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો.પોલીસે પથ્થરમારો કરનારા કેટલાક ઇસમોને ઝડપી લીધા હતા.હુમલાખોરો હાથમા લાકડીઓ લઇને ફરતા નજરે પડતા હતા.આ અથડામણમા એલ.સી.બી પી.આઈ ડી.એન.ચૂડાસમા તેમજ કાલોલ પોલીસ મથકના પી.એસ.આઈ મહોબતસિંહ માલવિયા અન્ય પોલીસ કર્મીઓને ઇજા પહોચી છે. કસ્બા વિસ્તારમાં કોમ્બિગ હાથ ધર્યુ છે.આ વિસ્તારના સીસીટીવીના ડીવીઆર કબજે કર્યા છે.સમગ્ર બનાવને લઇને કાલોલ નગરમા અંજપાભરી શાંતિ છવાઈ હતી. લઇને કાલોલ નગરવાસીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.પોલીસે પરીસ્થીતી પર નિયંત્રણ મેળવ્યો હતો.હૂમલા કરનારાઓ  સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી,કાલોલમા થયેલી અથડામણ મામલે પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે પત્રકારો સાથે વાતચીત કરી હતી.જેમા જણાવ્યુ હતુ કે "કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની ફરિયાદના આધારે શકમંદને પકડી લાવામા આવ્યો હતો.તેને લઈને ખોટી અફવા ફેલાતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.ટોળાએ ઉગ્ર સ્વરૂપ લેતા પોલીસે બળ પ્રયોગ અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમાને પથ્થર વાગતા ઇજા થઈ છે.હાલમા મામલો શાંત પડ્યો છે.હાલમા હૂમલો કરનારા આરોપીઓને પકડવાનૂ  કોમ્બિગ કરવાનુ ચાલુ છે.વધુમા તેમને જણાવ્યુ હતુ કે શોશિયલ મિડીયામા ઉશ્કેરણી જનક મેસેજ મોકલનાર પર પોલીસની ચાપતી નજર છે.વાતાવરણ ડહોળવા બદલ કે ઉશ્કેરવા બદલ પોલીસની કાર્યવાહી કરવામા આવશે.તેમની સામે આઇટીએકટ હેઠળ કાર્યવાહી કરવામા આવશે