બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમરેલી જેલનાં જેલર જ જેલના કેદી બની ગયા

અમરેલી જીલ્લા જેલનાં તત્કાલીન જેલર ધ્વારા ગુજસી
કેટ, હત્યાના આરોપીને જેલમાં સુવિધા પુરી પાડવાની
ઘટનાઓ તપાસમાં તેમની સંડોવણી ખુલતા અમરેલી
એલસીબી પોલીસે તેમની અટકાયત કરી જે જીલ્લા
જેલમાં જેલર ફરજ બજાવતા હતા તેજ જેલ હવાલે
કરવામાં આવતા ભારે ચકચાર જાગેલ હતી.


પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જીલ્લા જેલમાં છાશવારે
પ્રતિબંધિત મોબાઈલ ઝડપવાની ઘટના બાદ જેલનાં
તત્કાલીન જેલર હરેશ બાબરીયાની મીઠી નજર હેઠળ
ગુજસી કેટ-હત્યા સહિતનાં ખુંખાર આરોપીઓને જેલમાં
જ સુવિધા પુરી પાડવામાં આવતી હોવાની ઘટના સામે
આવેલ હતી. જેમાં જેલનાં જ એક કેદી દ્વારા માથાભારે
કેદી દ્વારા તેમનાં સગાને મોબાઈલ કરવા માટે મારવાની
અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયેલ હતી. 

જે ફરિયાદ અંગે પોલીસ દ્વારા જીલ્લા જેલમાં તપાસ હાથ
ધરવામાં આવેલ હતી. તપાસમાં જેલર બાબરીયાની
સંડોવણી ખુલવા પામેલ હતી પરંત જેલર ધ્વારા
હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આગોતરા જામીન લેવા કાર્યવાહી
હાથ ધરેલ હતી.


પરંતુ આગોતરા જામીન મળેલ ન હતા અને સ્ટે પણ ઉડી
જતાં અમરેલી એલસીબીપીઆઈ આર.કે. કરમટાની ટીમે
જેલર બાબરીયાની જામનગર ખાતેથી ધરપકડ કરી છે
જેલમાં ફરજ બજાવી ફરજમાં આરોપીઓને સગવડતા
પુરી પાડવાની ચેષ્ટા કરેલ હતી તેજ જેલ હવાલે કરવામાં
આવતાં ભારે ચકચાર જાગેલ હતી.ધારી તાલુકાનાં
દલખાણીયા ગામે રહેતા શારદાબે સુખાભાઈ રાણાવાડીયા
નામનાં 65 વર્ષીય વૃધ્ધા ગઈકાલે પોતાના ઘરે રસોઈ
બનાવતા હતા ત્યારે ચુલા ઉપર ગોખલો હોય તેમાં
કેરોસીનનું ડબલું પડેલ હતું તે ડબલા ઉપર દડો લાગતા
કેરોસીનનું ડબલું નીચે પડતા તેમાં રહેલ કેરોસીન આ વૃધ્ધા
ઉપર તથા ચુલામાં પડતા ભડકો થયેલ જેનાથી તેઓ સખ્ત
રીતે દાજી જતાં તેમનું મૃત્યુ નીપજયાનું ધારી પોલીસમાં
જાહેર થવા પામેલ છે.