બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સૌરાષ્ટ્રના આ બે ગામ છે વરસાદી પાણીબચાવતાં આદર્શ ગામ, જાણો કેવી રીતેગામમાં બચાવાય છે વરસાદી પાણી

રાજ્ય સરકારે તમામ ગામડાઓમાં આ સુવિધા ઉભી કરવી
જોઇએ કેમ કે રાજ્યમાં માત્ર ૧૩ ટકા પાણી જમીનમાં
ઉતરે છે, બાકીનું દરિયામાં વહી જાય છે
ચોમાસાની સિઝન શરૂ થઇ છે ત્યારે પાટણનું એવાલ અને
અમરેલીનું ઇશ્વરીયા ગામ યાદ આવે, કારણ કે આ બન્ને
ગામ એવાં છે કે યાં વરસાદનું પાણી સંગ્રહ કરવાની
અલાયદી વ્યવસ્થા છે. ખુદ ગ્રામજનો વરસાદી પાણી
બચાવીને રાખે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં જો
વરસાદી પાણી બચાવવાની ઝુંબેશ થતી હોય તો રાયના
શહેરી વિસ્તારના લોકોએ પણ ભવિષ્યને સામે રાખીને વહી
જતાં પાણીને બચાવવાની યુકિત અજમાવવી જોઇએ.
વૈજ્ઞાનિકોનો અભ્યાસ છે કે ગુજરાતમાં પાણીની મહત્તમ
જરૂરિયાત ૩૫૦૦૦ મિલિયન ઘનમીટરની છે પરંતુ કુદરત
ચોમાસા દરમ્યાન વર્ષે સરેરાશ ૧,૩૦,૦૦૦ મિલિયન
ઘનમીટર પાણી આપે છે પરંતુ મોટાભાગનું પાણી દરિયામાં
વહી જાય છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનું ૩૧ ટકા પાણી જમીનમાં
ઉતારવું જોઇએ પરંતુ કુદરતી રીતે માત્ર ૧૩ ટકા પાણી
જમીનમાં ઉતરી રહ્યું છે.


ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલું પાટણ જિલ્લાનું
એવાલ ગામે પાણીની અછત અનુભવતા ગામડાઓને
પ્રેરણા પુરી પાડે છે. ૭૦૦ની જનસંખ્યા ધરાવતા આ
ગામમાં માત્ર ૧૫૦ મકાનો છે. ગામડાના પ્રત્યેક ઘરની
બાજુમાં પાણીના મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે જેમાં
પાઇપલાઇન મારફતે વરસાદનું પાણી ભરવામાં આવે છે જે
આખું વર્ષ ચાલે છે. આ નાનકડા ગામમાં ૮૦ જેટલી
હવાચુસ્ત ટોકીઓ છે. એવી જ રીતે અમરેલી જિલ્લાના
ઇશ્વરીયા ગામની સ્થિતિ અલગ છે. આ ગામની વસતી
૨૦૦૦ લોકોની છે અને પ્રત્યેક ઘરમાં વરસાદી પાણીનો
સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ફરજીયાત બનાવવામાં આવી
છે.


ગુજરાતમાં વનસંપત્તિ ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ
વરસાદ છતાં ભૌગોલિક સ્થિતિના કારણે પાણી ટકતું નથી
તેથી રાયના પાણી પુરવઠા વિભાગે આદિવાસીઓના ઘરની
છત પર જે વરસાદી પાણી પડતું હતું તેનો સંગ્રહ કરવા
ઘરઆંગણે જ ૧૦ હજાર થી ૨૦ હજાર લીટરના ભૂગર્ભ
ટાંકા બનાવ્યા છે. કમનસીબી એવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં
જળસંચયના કામો ચાલે છે પરંતુ શહેરો આ કામગીરીથી
બાકાત છે.


શહેરી વિકાસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું
કે સરકારનો નિયમ હોવા છતાં બિલ્ડર કે ડેવલપર્સ તેમની
સ્કીમમાં બોરવેલની સાથે રીચાર્જ વેલ બનાવતા નથી. જો
રાજ્યના શહેરી વિસ્તારમાં બોરવેલની સાથે રીચાર્જ વેલ
બનાવવામાં નહીં આવે તો એક સમય એવો આવશે કે
શહેરોમાં બનાવવામાં આવેલા હજારો એપાર્ટમેન્ટમાં
બોરવેલના પાણી અદ્રશ્ય થઇ જશે અને સરકારને તેનો
વિકલ્પ આપવો પડશે.