બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભાજપનો ગઢ ગણાતા શહેરા વિધાનસભા ક્ષેત્રમાં AAPની એન્ટ્રી,ખોજલવાસા ગામે પચાસ જેટલા યુવાનો પાર્ટીમાં જોડાયા


શહેરા,પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ભાજપનો ગઢ ગણાતા શહેરા તાલુકામાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે.
પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહેરા તાલુકા ખોજલવાસા ગામે પચાસ જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.જીલ્લા પાર્ટી પ્રમૂખના હસ્તે ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામા આવ્યુ હતૂ.

પંચમહાલ જીલ્લામા આમ આદમી પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા તમામ તાલૂકાઓમાં પોતાનો વ્યાપ વધારીને જનસંપર્ક અભિયાન હાથ ધરી રહી છે.જેના ભાગરૂપે શહેરા તાલૂકાના ગ્રામીણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના દિનેશભાઈ બારીઆની આગેવાનીમાં તાલુકાના ખોજલવાસા ગામે નવ યુવાનોની એક બેઠક યોજાઈ હતી.જેમા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા.જીલ્લા પ્રમૂખે પાર્ટીની ટોપી અને ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતૂ.ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછીએ આમ આદમી પાર્ટીની વિચારધારા બાબતે જણાવી પોતાનું વક્તવ્ય આપ્યું હતું.જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ યુવાનોને પાર્ટીની સ્થાપના, દિલ્હી સરકારની કામગીરી વિશે માહિતી આપી હતી. અને ગુજરાત સરકારની નબળી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ મોટો નેતા પોતાના એક માત્ર મતથી જીત મેળવતા નથી કાર્યકરોની કામગીરી અને મહેનતથી જે તે વ્યક્તિની જીત થાય છે ત્યારે કોઈ પણ નેતાની હાર અને જીત માટે આપણે જ જવાબદાર છીએ ત્યારે હવે આપણી સામાજિક એકતા, રાજકીય એકતા અને વૈચારિક એકતા સત્તા પરિવર્તન માટે જરૂરી છે તેથી આપણી એકતા હશે તો પરિણામ આપણા પક્ષમાં હશે. ઉપસ્થિત યુવાનોને દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે આપના મિત્રો, સગા સંબંધીઓ, પરિચિતોને જણાવો કે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ અને કેમ જોડાયા તે પણ જણાવો. લોકોને નેતૃત્વની જરૂર છે. લોકો હવે દિલથી આમ આદમી પાર્ટીને સ્વિકારી રહ્યા છે ત્યારે આપણું કામ વૈચારિક વાતાવરણ બનાવવાનું છે. સૌ યુવાનોની હાજરી અને ઉત્સાહ શહેરા તાલુકામાં પરિવર્તનની લહેર લાવશે એવો આશાવાદ વ્યક્ત કરી જિલ્લા પ્રમુખે સૌને ધન્યવાદ આપ્યા હતા. મિટિંગમાં જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ તથા મધ્ય ઉત્તર ઝોનના કિસાન સમિતિના પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.નવ યુવાન મહેશભાઈ બારીઆ સહિત પચાસ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.નોધનીય છેકે આમ આદમી પાર્ટી જીલ્લાથી માંડીને તાલુકા કક્ષાએ ગ્રામીણ કક્ષાએ પોતાનુ સંગઠન મજબૂત બનાવવા ભારે કમર કસી રહી છે.