બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મોરવા હડફ - સુરત એસટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવતા મૂસાફરોમાં આનંદની લાગણી


મોરવા હડફ

પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલો મોરવા હડફ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલૂકો છે.અહીનો ગ્રામીણ વર્ગ મોટા ભાગે સૂરત,અમદાવાદ,રાજકોટ જેવા મોટા શહેરોમા કામકાજ માટે જતો હોય છે.મોરવા હડફ તાલુકા બન્યા પછી અહી વિવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે.પાછલા ઘણા સમયથી અહી સ્થાનિક  લોકો અને ગ્રામીણ વર્ગ દ્વારા સૂરત રૂટની એસટી બસ શરૂ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મોરવા હડફથી સુરતની સીધી બસ સેવા ન હોવાને કારણે ગોધરાથી બસ પકડવી પડતી હતી.જેમા સમય બગડતો હતો.વાહન વ્યવહાર વિભાગને પણ રાજકીય અગ્રણીઓ દ્વારા રજુઆત કરવામા આવી હતી.જેના સફળ પરિણામોના પગલે સુરત-મોરવા હડફ બસની શરૂઆત કરવામા આવી છે.આ બસ વાયા ઓરવાડા, બોડીદ્રા બુજર્ગ, ધોળી, સહિતના ગામોના સુરત અવર જવર કરતા લોકો માટે ખુબજ ઉપયોગી બની રહેશે.ઓરવાડા ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.હવે મોરવા હડફ પંથકના લોકોએ મોરવા હડફથી સીધી સુરત સુધીની બસ સેવા મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.