શહેરા:ધાયકા ગામે અંદરાપરી ફળિયામા જવાના રસ્તાની વચ્ચે આવતા કોતરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલી
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના આવેલા ધાયકા ગામના અંદરાપરી ફળિયામાં વસવાટ કરતા સ્થાનિક ગ્રામલોકોને આવનજાવનના રસ્તાની વચ્ચે આવેલા કોતરમાં જંગલમા પડેલા વરસાદનુ પાણી આવી જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ફળિયાના લોકોને જરૂરી સાધનસામગ્રી લઈ જવા માટે મુશ્કેલી પડે છે.શાળામા અભ્યાસ કરતા બાળકોને પણ પાણીમાથી અવરજવર કરીને શાળામા જવુ પડે છે.વધુમાં આ ફળિયામા કોઈ વ્યકિત બિમાર હોય ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી સેવા પણ અહી સામાન્ય દિવસોમાં પહોચી સકતી નથી, તેમજ ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતા પણ કોઈ પરિણામ જોવા મળતુ નથી તેમ ગ્રામજનોનુ જણાવવુ છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા ધાયકા ગામ આવેલુ છે.અહીનો વસવાટ કરતો ગ્રામીણ વર્ગ મોટાભાગે ખેતીવાડી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.ધાયકા ગામમા છેવાડે અંદરાપરી ફળિયુ આવેલુ છે,જે ફળિયામાં અંદાજીત ૨૦થી વધુ ઘરો આવેલા છે.ગામમાથી આ ફળિયામા જવાના રસ્તાનો ઉપયોગ સામાન્ય દિવસોમાં લોકો અવરજવર માટે કરતા હોય છે.પણ ચોમાસાની ઋતુ આવતા પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડતો હોય છે. ફળિયામા આવનજાવનના એક માત્ર રસ્તાની વચ્ચે કોતર આવે છે.જેમા ચોમાસામાં પડતા વરસાદનુ પાણી કોતરમા આવી જાય છે.અંદરાપરી ફળિયાના રહેવાસીઓ જણાવે છે. અમારા ફળિયામાં આવા જવાનો રસ્તો છે. જેની વચ્ચે કોતર આવે છે.જેમાં અમારી આસપાસ આવેલા છાણીપ,ધારાપુર,અને ચાંદલગઢના જંગલમા પડેલા વરસાદનુ પાણી કોતરમા આવી જતા ફળિયામા આવા જવાનો રસ્તો બંધ થઈ જાયછે.ઘણીવાર પાણી અમારા ખેતરના છેવાડે આવી જાય છે.ગ્રામજનો વધુમાં જણાવે છેકે અમારા બાળકોને શાળા સુધી જવા તેમજ લોકોને જીવન જરૂરિયાતનો સામાન લઈને આવનજાવન કરવામા પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.બાઈકોને પણ પાણીમાથી લઈ જવાની નોબત આવે છે.ઘણીવાર તો વધારે પાણી આવી જવાથી પાણી ના ઉતરે ત્યા સુધી જવા આવાનુ પણ બંધ પણ કરવુ પડે છે. આ સમસ્યા મામલે ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતા રસ્તાને લઈને કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.૧૫ થી ૨૫ જેટલા ઘરોના પરિવારો તેના કારણે પ્રભાવિત બને છે. કોઈ માણસ બીમાર થાય તો તેને લઈ જવા માટે પણ તકલીફ પડે છે. સામાન્ય દિવસોમાં પણ ૧૦૮ સેવા અહી આવતી નથી. વધુમાં આ ફળિયા સુધી જતા રસ્તા વચ્ચે આવતા કોતર ઉપર એક મોટુ નાળુ બનાવામા આવે તો આવે તો અહી ચોમાસામાં ઉભી થતી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે ગ્રામજનોનુ જણાવવુ છે.