ગૌરીવ્રત નિમીત્તે બાળાઓને ફળફળાદી અને જવારાનૂ વિતરણ કરતા MLA નિમીષાબેન સુથાર
મોરવા હડફ
ગુજરાતભરમા મંગળવારથી ગૌરીવ્રતનો ભારે શ્રધ્ધાપુર્વક ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે.જેમા કુવારી બાળાઓ પાંચ દિવસ ઉપવાસ કરીનુ જવારાનૂ પુજન અર્ચન કરતા હોય છે.મોરવા હડફ નગરમા આવેલા મોરેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય નિમીષાબેન સુથાર દ્વારા ગૌરીવ્રત કરનારી નાની બાળાઓને ફળફળાદી અને જવારાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.બાળાઓનુ પૂજન અર્ચન કર્યુ હતુ.પોતાનો મનગમતો માણીગર પામવા માટે ગૌરીવ્રત અને પાર્વતીવ્રત કરવામા આવે છે.