ઘોંઘબા તાલુકામા વિકાસના કામો ભ્રષ્ટાચાર વગર થાય તેવી આપ દ્વારા તંત્રને રજુઆત
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત કરવામાં આવી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ તાલુકા વિકાસ અધિકારીશ્રી ની રુબરુ મુલાકાત કરી હતી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં થતા વિકાસના કામો યોગ્ય રીતે થાય, પારદર્શક વહીવટ થાય અને ભ્રષ્ટાચાર વગર કામો થાય એ બાબતે રજૂઆત કરવામાં આવી.
જિલ્લા સહમંત્રી મહેન્દ્રસિંહ સોલંકીએ ગજાપુરા (કાનપુર) ગ્રામ પંચાયત કચેરીમાં થતા બોગસ અને વ્હાલા દવલાની નિતિ ઓથી થતાં કામો રોકવા માટે રજૂઆત કરવામાં આવી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ તાલુકા પંચાયત કચેરીમાં એક વૃક્ષ વાવી તાલુકાના નાગરીકોને એક સંદેશ આપ્યો છે કે તાલુકો ભ્રષ્ટાચાર મુક્ત થાય એ સંદેશ સાથે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઝોન યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવા, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સહમંત્રી મહેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, તાલુકા કિસાન સમિતિના ઉપ પ્રમુખ શૈલેષ સોલંકી સહિતના કાર્યકરો એ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં એક બીલીનો છોડ રોપી વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.