ગોધરા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ તથા પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.અને પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર,જિલ્લા પંચાયત પંચમહાલના સંયુક્ત ઉપક્રમે દ્વિતીય કોરોના રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં 18 કે વધુ ઉંમરની 122 વ્યક્તિઓને પહેલો તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો.રસી મૂકાવાને લઈને લાભાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ કેમ્પ માટે સી.કે.રાઉલજી ધારાસભ્ય ગોધરા અને પ્રમુખ પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજનું માર્ગદર્શન મળ્યું હતું.
કેમ્પની સફળતા માટે સહયોગ અને સેવા આપનાર ભારતસિંહ સોલંકી,પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા.એસો., પી.ડી.સોલંકી,પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ,અરવિંદસિંહ સીસોદીયા , અશ્વિનસિંહ સોલંકી નગર મંત્રી,ભાજપ, ઉપેન્દ્રસિંહ જાદવ, દિગપાલસિંહ ચૌહાણ , સી.ડી.રાઉલજી તેમજ નિલરાજસિંહ,ધ્રુવરાજસિંહ, કૃણાલસિંહ, આદિત્યરાજસિંહ,બ્રિજરાજસિંહ,દિક્ષિતસિંહ,
કૃષ્ણપાલસિંહ ,હિતેન્દ્રસિંહ ગૃહપતિ વગેરેનો સહયોગ સાંપડ્યો હતો.વિશેષ ઉપસ્થિત દીપેશસિંહ ઠાકોર ન.પા.સદસ્ય વોર્ડ-3 હાજર રહ્યા હતા. તેમજ વેકસીનેશન કામગીરી માટે પ્રીતિબેન વલવાઈ,મયંક પરમાર,કાજી અઝહલ ,આશાવર્કર બહેનો વગેરે સરાહનીય કામગીરી કરી હતી.