બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરાની દિકરી માહી પરમારે સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં વિશ્વ રેકોર્ડ સ્થાપિત બનાવ્યો.

પંચમહાલ જીલ્લા ગોધરા શહેરમાં રહેતી અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય દિકરી માહી પરમારે  સ્ટેન્ડીંગ  બાઈસિકલ ક્રન્ચીસમાં અગાઉના નોધાયેલા  રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.જેને લઈને ઈન્ટરનેશનલ  બુક ઓફ રેકોર્ડ  દ્વારા માહી પરમારને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા છે.આટલી નાની ઉમરે રેકોર્ડ મેળવવો એ સ્વયં એક કિર્તીમાન છે.


પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમા આવેલી સત્યનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ પરમાર ટ્યૂશન શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમના પરિવારમા પત્ની સેજલબેન, પૂત્રી માહી અને પુત્ર નૈત્ય છે.તેમની ૧૩ વર્ષની પુત્રી માહી પરમારે  માત્ર ગોધરા શહેર જ નહી પણ સમગ્ર ગુજરાત અને દેશનૂં નામ રોશન કર્યુ છે.ગોધરાની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી માહી પરમાર કરાટેમાં જુડો ચેમ્પિયન છે.જેને રાજ્યકક્ષાથી માંડીને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લીધો છે.અભ્યાસની સાથે માહી સોશિયલ મીડીયાનો ઉપયોગ વિવિધ જાણકારી માટે કરે છે.જેમા સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીસ( એક પ્રકારની શારિરીક કસરત) ના વિડીઓ જોયા હતા.માહીએ પણ આ દિશામા પ્રેકટીસ હાથ ધરી.અને તેમા સફળતા પણ પ્રાપ્ત થઈ.તાલીમ બાદ માહીએ તે પ્રકારની કસરત પર પ્રભુત્વ મેળવી લીધુ. જેમા માહી પરમારે સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીંસમા એક અનોખો  રેકોર્ડ સ્થાપિત કર્યા છે.આ આ પહેલા જુનો રેકોર્ડ ૧ મીનીટમાં ૧૨૭નો હતો.જેને માહી પરમારે ૧ મીનીટમાં ૧૫૧ સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીસ કરીને અગાઉનો રેકોર્ડ  તોડી નાખીને નવો કિર્તીમાન સ્થાપ્યો છે.

માહી પરમારના પિતા નરેન્દ્રભાઈ પરમાર જણાવે છે."મારી દીકરી માહી જુડો કરાટેમાં પણ અવ્વલ છે.વાડો રિયુ કરાટે એસોશિયેશન દ્વારા આયોજીત ચેમ્પિયનશીપમા પણ જીલ્લાકક્ષાએ રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ ગોલ્ડમેડલ,અને આંતરરાષ્ટ્રિયકક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.કેન્દ્રિય વિદ્યાલય સ્ટેટ લેવલ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસનો ઇન્ટરનેશનલ રેકોર્ડ તોડી નાખ્યો છે.વધુમા જણાવે છે.હાલમા સરકાર "બેટી બચાવો બેઢી પઢાવો"ના સુત્રને પ્રમોટ કરી રહી છે.ત્યારે મારી દીકરી પણ અન્ય દિકરીઓ માટે પ્રેરણારૂપ બનશે.તેવો મને વિશ્વાસ છે.મારી પુત્રીએ માત્ર ગોધરા જ નહી પણ સમગ્ર દેશનુ નામ રોશન કર્યુ છે.હાલમા માહીને મિત્રવર્તુળ તેમજ તેમના પરિવારજનો દ્વારા આ રેકોર્ડ સ્થાપવા બદલ અભિનંદન પાઠવામા આવી રહ્યા છે.

ગોધરા જેવા નાના શહેરની દીકરીએ સાચા અર્થમા  સમાજ અને દીકરીઓને મહિલા સશક્તિકરણનૂ  ઉત્તમ પ્રેરણા પાડતુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.